Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Mehsana News: તારા બાપને કહી દે નશાબંધીનો ખેલ બંધ કરી દે, યુવકને લોખંડની પાઇપ અને લાકડીઓથી ફટકાર્યો

📰 Sandesh 🕐 1 min read 📅 August 30, 2026 👁 3 views
Mehsana News: તારા બાપને કહી દે નશાબંધીનો ખેલ બંધ કરી દે, યુવકને લોખંડની પાઇપ અને લાકડીઓથી ફટકાર્યો
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ઉનાવા ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ઉનાવા દરગાહ નજીક આવેલી કાયનાથ હોટલ પાસે નશા મુક્તિ અભિયાન ચલાવવા બાબતે ચાલતી તકરારમાં એક યુવક પર લોખંડની પાઇપ અને લાકડીઓ વડે પશુતાપૂર્વક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. લોખંડની પાઇપો અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યા મળતી વિગતો અનુસાર,પીડિત યુવકના પિતા વિસ્તારમાં નશા નાબૂદી અને જાગૃતિ લાવવા માટે નશા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે.આ જ બાબતને લઈને અસામાજિક તત્વોમાં રોષ હતો.ઘટનાના દિવસે કાયનાથ હોટલ પાસે યુવકને આંતરીને હુમલાખોરોએ તકરાર શરૂ કરી હતી.હુમલાખોરોએ યુવકને ધમકી આપતા ઉદ્ધતાઈપૂર્વક કહ્યું હતું કે,તારા પિતાને કહી દે કે આ નશા બંધ કરવાનું કેમ્પેઈન અને અભિયાન તાત્કાલિક બંધ કરી દે નહિતર સારું નહીં થાય.બોલાચાલી ઉગ્ર બનતા જ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પોતાની પાસે રહેલી લોખંડની પાઇપો અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યા હતા. ઉનાવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી યુવકને જમીન પર પાડી દઈને બેફામપણે લાકડીઓ અને પાઇપોથી માર મારવામાં આવ્યો હતો.આ હુમલા દરમિયાન આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.હુમલાની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે હુમલાખોરો કાયદાનો ડર રાખ્યા વિના યુવક પર લાકડીઓ વરસાવી રહ્યા છે.ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા યુવકની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ હુમલાના બનાવ સંદર્ભે પીડિત પક્ષ દ્વારા ઉનાવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉનાવા પોલીસે વાયરલ વીડિયો અને ફરિયાદના આધારે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan