Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Mehsana: ONGC માં નોકરી મેળવવા નકલી ઓ-ફોર્મ બનાવવાનું કૌભાંડ; રાજ યાદવે બનાવ્યા હતા બોગસ સિક્કા

📰 Sandesh 🕐 1 min read 📅 September 12, 2026 👁 2 views
Mehsana: ONGC માં નોકરી મેળવવા નકલી ઓ-ફોર્મ બનાવવાનું કૌભાંડ; રાજ યાદવે બનાવ્યા હતા બોગસ સિક્કા
મહેસાણા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનના નકલી સહી અને સિક્કા બનાવીને બોગસ મેડિકલ સર્ટિફિકેટ ઊભા કરવાના સનસનાટીભર્યા મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ ધરપકડથી બચવા માટે મુખ્ય આરોપી રમેશભાઈ કચરાભાઈ ચૌધરીએ મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. મહેસાણા સિવિલ સર્જનના નકલી સિક્કા કૌભાંડ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, હેબૂવા ગામના નટવરસિંહ ડાભી નામના શખ્સે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) માં નોકરી મેળવવા માટે જરૂરી નકલી 'ઓ-ફોર્મ' (મેડિકલ ફિટનેસ ફોર્મ) મેળવવા માટે રમેશભાઈ કચરાભાઈ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રમેશ ચૌધરીએ આ ગેરકાયદે કામ રાજ રમેશભાઈ યાદવને સોંપ્યું હતું. રાજ યાદવે મહેસાણા સિવિલ સર્જનના નકલી સિક્કા બનાવી, બોગસ સહીઓ કરી તથા બનાવટી રેકોર્ડ ઊભો કરીને ફોર્મ રમેશ ચૌધરીને સોંપ્યું હતું. આરોપી રમેશ ચૌધરીની આગોતરા જામીન અરજી ફગાવી આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે વિદ્વાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ કોર્ટ સમક્ષ આકરી દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ એક ગંભીર અને સુઆયોજિત આર્થિક તથા બનાવટી દસ્તાવેજોનું કૌભાંડ છે. આરોપી રમેશ ચૌધરીએ ભૂતકાળમાં અન્ય કેટલા લોકોને આ રીતે સિવિલના નકલી સહી-સિક્કા કરીને બોગસ ફોર્મ કે સર્ટિફિકેટ બનાવી આપ્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત જરૂરી છે. આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ (ધરપકડ) અનિવાર્ય છે. નકલી ફોર્મ બન્યા તેની તપાસ માટે ધરપકડ જરૂરી ગણાવી મહેસાણાના નામદાર સેશન્સ જજ આર.બી. ઇટાલીયાએ સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની દલીલો અને પોલીસ તપાસના કાગળોને ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતા અને તપાસના હિતને ધ્યાનમાં રાખીને આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. સેશન્સ કોર્ટે રમેશભાઈ કચરાભાઈ ચૌધરીની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં હવે મહેસાણા પોલીસ દ્વારા તેની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ પણ વાંચો: Surat: વરાછામાં માતા-પિતા કામ પર ગયા ને ધોરણ 5 માં ભણતી 11 વર્ષની દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાધો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan