top
મહારાજા સોસાયટીમાંથી સાયકલ ચોરી કરતો શખ્સ CCTVમાં કેદ:પોલીસે ફૂટેજના આધારે આરોપીને પકડવા તપાસ તેજ કરી
જામનગર શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના કાલાવડ નાકા બહાર આવેલા મહારાજા સોસાયટી વિસ્તારમાં ખત્રી જમાતખાના નજીકથી એક અજાણ્યો શખ્સ પાર્ક કરેલી સાયકલ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મહારાજા સોસાયટીમાં ખત્રી જમાતખાના પાસે રાખેલી સાયકલને એક અજાણ્યો ચોર ઉઠાવીને જઈ રહ્યો છે. ચોરીની આ ઘટના બાદ સ્થાનિક રહીશો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી કરવામાં આવી છે. પોલીસે ઉપલબ્ધ CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવા અને તેને પકડવા માટે તપાસ ઝડપી બનાવી છે.
Read full article on Divya Bhaskar