top
મહીસાગર: લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, દૂધના ટેન્કરે કારને અડફેટે લેતાં એક જ પરિવારના 3 લોકોના મોત
મહીસાગરના લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દૂધના ટેન્કર અને કાર વચ્ચેની ભયાનક ટક્કરમાં દાહોદના એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકોમાં હાર્દિક પ્રજાપતિ, તેમની માતા પુષ્પાબહેન અને દાદી સવિતાબહેનનો સમાવેશ થાય છે. ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar