top
મહીસાગર SOG ટીમે ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપાયો:પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસતો ફરતો હતો
મહીસાગર SOG ટીમે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા સાત મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ફરાર આરોપીઓને ઝડપવા માટે SOG પીઆઇ વી.ડી. ઘોરડાના નેતૃત્વમાં પીએસઆઈ એચ.બી. સિસોદિયા અને સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવાઈ હતી. દરમિયાન SOG PSI એચ.બી. સિસોદિયા અને હેડ કોન્સ્ટેબલ અજીતકુમારને બાતમી મળી હતી કે, પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી અશોક શાંતીલાલ ખાંટ છેલ્લા સાત મહિનાથી ફરાર છે. તે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આનંદપુરી તાલુકાના નવાગામનો રહેવાસી છે. બાતમી મુજબ, આરોપી રાજસ્થાનના આસપુરથી પોતાના વતન નવાગામ તરફ જઈ રહ્યો હતો. આ માહિતીના આધારે SOG ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડ્યો અને આરોપી અશોક શાંતીલાલ ખાંટને પકડી પાડ્યો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar