Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મહીસાગરમાં GBS કેસો બાદ કલેક્ટર એક્શન મોડમાં:લુણાવાડાની શાળાઓમાં ફૂડ વિભાગની સઘન તપાસ; અખાદ્ય જથ્થો જપ્ત કરી ઇમ્પ્રુવમેન્ટ નોટિસો ફટકારાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 15, 2026 👁 3 views
મહીસાગરમાં GBS કેસો બાદ કલેક્ટર એક્શન મોડમાં:લુણાવાડાની શાળાઓમાં ફૂડ વિભાગની સઘન તપાસ; અખાદ્ય જથ્થો જપ્ત કરી ઇમ્પ્રુવમેન્ટ નોટિસો ફટકારાઈ
મહીસાગર જિલ્લામાં GBS (ગિલેન-બારી સિન્ડ્રોમ) ના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડાની વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરી હતી, જેના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા શાળાઓ અને ખાણી-પીણીના સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરી અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. ખાનગી શાળાઓમાં તપાસ અને નોટિસ ફટકારાઈ વરધરી રોડ પર આવેલી આદર્શ કેર સ્કૂલમાંથી ફૂડ સેફ્ટી વિભાગે 9 ખાદ્ય નમૂના લીધા હતા અને શાળાને સુધારા નોટિસ આપી હતી. વાઈબ્રન્ટ વેવ્ઝ ઇન્ટરનેશનલ એકેડેમીમાંથી 5 નમૂના લેવાયા હતા અને Rs. 13,060 ની કિંમતનો 71 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો નાશ કરાયો હતો. અન્ય શાળાઓમાંથી નમૂના લઈ અખાદ્ય જથ્થો નષ્ટ મોડાસા રોડ પર આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 4 નમૂના લઈ Rs. 480 નો 4 કિલો અખાદ્ય પદાર્થ નાશ કરાયો હતો. આ ઉપરાંત ઇન્ફીનીટી સ્કૂલમાં 4 નમૂના લઈ સ્વચ્છતા અંગે નોટિસ પાઠવવામાં આવી હતી અને Rs. 250 નો 5 કિલો ગોળ નાશ કરવામાં આવ્યો હતો. ખાણી-પીણીના 14 એકમોમાં ચેકિંગ અને નાશ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ (FSW) વાન દ્વારા બસ-સ્ટેન્ડ અને વડધરી રોડ પરની 14 પેઢીઓમાં તપાસ કરાઈ હતી. આ દરમિયાન 20 પાઉચ છાશ, 2 દૂધની થેલી, 1.5 કિલો તેલ અને 1.7 કિલો ચીઝ એનાલોગ સહિત કુલ Rs. 950 ની કિંમતનો અખાદ્ય જથ્થો નાશ કરાયો હતો. જાહેર જનતાને તકેદારી રાખવા તંત્રની અપીલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખાન-પાનમાં વિશેષ કાળજી રાખવા અને આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ છે. કલેક્ટરની સૂચનાથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પણ ચકાસણી કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. શું છે આ રોગ? ગિલેન-બારી સિન્ડ્રોમ એ એક ભાગ્યે જ જોવા મળતો ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) સંબંધિત ઓટોઇમ્યુન ઓર્ડર (Autoimmune Disorder) છે.આમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ શરીરની ચેતાઓ (Nerves)પર હુમલો કરે છે.તેનાથી હાથ-પગમાં નબળાઈ આવવી, ઝણઝણાટી થવી, સ્નાયુઓ શિથિલ થઈ જવા અને ગંભીર કિસ્સાઓમાં લકવો (Paralysis) જેવી અસર થવી કે શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો જોવા મળે છે.સામાન્ય રીતે કોઈ વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન (જેમ કે પેટ કે ગળાનો ચેપ) થયા બાદ આ સિન્ડ્રોમ જોવા મળી શકે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan