top
મહીસાગરમાં સ્કૂલ વાનનો અકસ્માત:સામળા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કર, વાન રોડ પરથી નીચે ઉતરી, બાળકોને સામાન્ય ઈજા
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સામળા ગામ પાસે આજે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની વાન અકસ્માતનો ભોગ બની હતી. એક અજાણ્યા વાહનની ટક્કર વાગતા વાન રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. વાનમાં સવાર 7થી 8 બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જોકે તમામ સુરક્ષિત છે. પ્રાથમિક માહિતી અનુસાર, શાળા છૂટ્યા બાદ વાન બાળકોને માલવણ ગામ તરફ તેમના ઘરે મૂકવા જઈ રહી હતી. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કેટલાક બાળકોને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar