Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મહિલાઓના નગ્ન ફોટા વાયરલ કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર:ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી બ્લેકમેલ કરવાના કેસમાં વાપી કોર્ટે આરોપીની અરજી ફગાવી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 29, 2026 👁 3 views
મહિલાઓના નગ્ન ફોટા વાયરલ કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર:ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી બ્લેકમેલ કરવાના કેસમાં વાપી કોર્ટે આરોપીની અરજી ફગાવી
વાપીની પોક્સો કોર્ટે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી મહિલાઓ અને સગીરાઓના નગ્ન ફોટા વાયરલ કરી બ્લેકમેલ કરવાના ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી હર્ષદ બાવીસીયાની જામીન અરજી ફગાવી દીધી છે. આરોપી હર્ષદ બાવીસીયા એ ઇન્સ્ટાગ્રામ પર મહિલાઓ સાથે મિત્રતા કેળવી હતી. તેણે ભોગ બનનાર મહિલાઓ અને તેમની સગીર પુત્રીઓના ફોટા મેળવ્યા હતા. આરોપીએ નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યા હતા. તેણે અજાણી સ્ત્રીઓના નગ્ન ફોટામાં ભોગ બનનાર મહિલાઓ અને સગીરાના ચહેરા એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ રીતે તેણે અલગ અલગ QR કોડ અને સ્કેનર મારફતે કુલ રૂ. 2,81,000 પડાવી લીધા હતા. બાદમાં તેણે આ ફોટા વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ પણ કર્યા હતા. આ ઘટના અંગે પારડી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપી હર્ષદ બાવીસીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ બાદ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), આઈ.ટી. એક્ટ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેલહવાલે થયેલા આરોપીએ નિયમિત જામીન પર મુક્ત થવા માટે વાપીની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન ડી.જી.પી. અનીલ ત્રિપાઠીએ સરકારી પક્ષે દલીલ કરી હતી કે આરોપી સામે સાયબર ક્રાઈમ અને સગીરાના શારીરિક-માનસિક શોષણનો ગંભીર ગુનો છે. જો તેને જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓને ધમકાવી શકે અથવા પુરાવા સાથે ચેડા કરી શકે છે. વાપીના પોક્સો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ ડૉક્ટર એચ. એન. વકીલે સરકારી વકીલની દલીલો અને પારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાના આધારે આરોપી હર્ષદ બાવીસીયાની નિયમિત જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદાથી સોશિયલ મીડિયા પર મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે ખતરો ઊભો કરતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan