Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મલાલા પુસ્તકના વિવાદ બાદ લો ગાર્ડનમાં ફરી સામૂકિ વાંચન:કોંગ્રેસ નેતાઓનું પુસ્તક વાંચી Gen-Zને સમર્થન, સોનાલી પટનાયકે કહ્યું- પુસ્તક વાંચતા નથી તેમને વિરોધ કરવાનો હક નથી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 5, 2026 👁 2 views
મલાલા પુસ્તકના વિવાદ બાદ લો ગાર્ડનમાં ફરી સામૂકિ વાંચન:કોંગ્રેસ નેતાઓનું પુસ્તક વાંચી Gen-Zને સમર્થન, સોનાલી પટનાયકે કહ્યું- પુસ્તક વાંચતા નથી તેમને વિરોધ કરવાનો હક નથી
શહેરના શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીઓને મલાલા પુસ્તક વાંચવા આપવાના વિવાદ બાદ બોડકદેવ ગાર્ડન ખાતે સામૂહિક પુસ્તક વાંચન રાખતા બજરંગદળના કાર્યકર્તાઓએ સખત વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન એક યુવકને માર પણ મારવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટના બાદ ફરી એકવાર સાઇલેન્ટ રીડિંગ રિવોલ્યુશન Gen-Z દ્વારા લો ગાર્ડન ખાતે સામૂહિક પુસ્તક વાંચનનું આયોજન કરાયું હતું. આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા પૃથ્વીરાજ કઠવાડિયા સહિતના આગેવાનો જોડાયા હતા અને સામુહિક હું મલાલા સહિતના અનેક પુસ્તકોનું વાંચન કરી પોતાનું સર્મથન આપ્યું હતું. પુસ્તક ન વાંચનારા ખોટી રીતે વિરોધ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પુસ્તકથી શું તકલીફ છે તો તેનો વિરોધ કરી રહ્યા છે?: સોનાલી પટનાયક પ્રોફેસર સોનાલી પટનાયકે જણાવ્યું હતું કે, જે લોકો મલાલા પુસ્તકનો વિરોધ કરી રહ્યા છે તેમને કહેવા માંગુ છું કે, તેમણે પુસ્તક વાંચ્યું છે? જે લોકો પુસ્તક વાંચતા નથી તે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. મલાલા પુસ્તક ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. પુસ્તકથી શું તકલીફ છે તો તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? કોઈપણ પુસ્તક વિવાદાસ્પદ લાગે તો તેને વાંચવું ખૂબ જ જરૂરી છે. 'જો તમે વાંચશો તો તમારું મજગ વધારે સ્ટ્રોંગ થશે' અગાઉ પણ કોઈ પુસ્તકનો વિરોધ થયો હોય તો તેને બહેન કરવામાં આવ્યું નથી તે વધારે પ્રસિદ્ધ થયું છે. તમે જો વાંચશો તો તમારું મજગ વધારે સ્ટ્રોંગ થશે. જેટલું પુસ્તક વાંચશું એટલું નવું જાણવા મળશે, પુસ્તક વાંચવા દો એવું હું અપીલ કરું છું. સાચો વિકાસ મગજના વિકાસથી થાય છે ના કે બ્રિજ અને રોડ રસ્તા બનાવવાથી. સ્કૂલ દ્વારા પણ મલાલા પુસ્તક વિદ્યાર્થીઓને વાંચવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ તેમના પર દબાણ કરવામાં આવતા તે પરત લેવામાં આવ્યું હતું. 'દાદાગીરી કરી પુસ્તક પરત લેવા દબાણ કરવું યોગ્ય નથી' જે લોકો પુસ્તક પબ્લિશ કરે છે તેમને પણ પુસ્તક પરત લેવા માટે દબાણ કરવામાં આવ્યું છે. જે લોકો પુસ્તક વાંચતા નથી, ભણાવતા નથી તે લોકોને કોઈ જ જવાબદારી નથી કે કઇ પુસ્તક શાળામાં વાંચવા આપવી જોઇએ અને કઇ ન આપવી જોઇએ. દાદાગીરી કરીને કોઈ પુસ્તક પરત લેવા માટે દબાણ કરવું તે જરાય પણ યોગ્ય નથી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan