top
મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 8 ફોર્મ પરત ખેંચાયા:હવે 25 ઉમેદવારો મેદાનમાં, 9 સપ્ટેમ્બરે મતદાન અને 10મીએ પરિણામ
મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટ યાર્ડની કુલ 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી માટે કુલ 33 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. અંતિમ દિવસે 8 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા બુધવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. આ દિવસે વેપારી પેનલમાંથી 1 અને ખેડૂત પેનલમાંથી 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. આમ, કુલ 8 ફોર્મ પરત ખેંચાતા હવે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 25 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વેપારી અને ખેડૂત પેનલના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ફોર્મ પરત ખેંચાયા બાદ હવે વેપારી પેનલની 4 બેઠકો માટે 6 ઉમેદવારો અને ખેડૂત પેનલની 10 બેઠકો માટે 19 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ ચૂંટણીમાં સહકાર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન પેનલ આમને-સામને છે. 9 સપ્ટેમ્બરે મતદાન, 10મીએ મતગણતરી મોરબી માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે આગામી 9 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતાં નવી બોડીની રચના માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ ચાર વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે મોરબી માર્કેટિંગ યાર્ડમાં અગાઉ વર્ષ 1988, 1995, 2001 અને 2021માં ચૂંટણી યોજાઈ ચૂકી છે. હવે વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતાં ફરી એક વખત ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ખેડૂત પેનલમાં 1507, વેપારી પેનલમાં 51 મતદારો આ ચૂંટણીમાં ખેડૂત પેનલ માટે કુલ 1,507 મતદારો, જ્યારે વેપારી પેનલ માટે 51 મતદારો નોંધાયેલા છે. મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની કુલ 140 મંડળીઓમાંથી મળીને માર્કેટ યાર્ડમાં કુલ 1,668 મતદારો નોંધાયેલા છે. ખેડૂતોના આંદોલનની ચૂંટણી પર અસર અંગે ચર્ચા હાલમાં મોરબી જિલ્લામાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ આંદોલનની અસર માર્કેટ યાર્ડની ચૂંટણીના મતદાન પર કેટલી જોવા મળશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ખેડૂત મતદારોની ભૂમિકા ચૂંટણીના પરિણામમાં નિર્ણાયક બની શકે છે કે કેમ તેના પર રાજકીય પંડિતોની નજર મંડાયેલી છે.
Read full article on Divya Bhaskar