top
મોરબીના વીસીપરામાંથી 6 ટ્રેક્ટરની બેટરી ચોરાઈ:રાત્રિના સમયે પાર્ક કરેલા ટ્રેક્ટરોને તસ્કરોએ નિશાન બનાવ્યા, 42 હજાર રૂપિયાની બેટરીઓ લઈ ફરાર
મોરબી શહેરના વીસીપરા વિજયનગર વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે. અહીં તસ્કરોએ એકસાથે 6 ટ્રેક્ટરોમાંથી બેટરીઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે વીસીપરા વિજયનગર શેરી નંબર 1, રોહિદાસપરા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, ખાલી જગ્યામાં પાર્ક કરેલા ફરિયાદી સહિત અન્ય માલિકોના કુલ 6 ટ્રેક્ટરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. આ ટ્રેક્ટરોમાંથી એમરોન કંપનીની 6 બેટરી ચોરાઈ હતી, જેની કુલ કિંમત 42 હજાર રૂપિયા થાય છે. આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar