Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મોરવા હડફના મેખર ગામે દોઢ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો:માતાએ બાળકીને બચાવી, મોઢાના ભાગે ગંભીર ઈજા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
મોરવા હડફના મેખર ગામે દોઢ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો:માતાએ બાળકીને બચાવી, મોઢાના ભાગે ગંભીર ઈજા
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેખર ગામે રખડતા શ્વાનના આતંકની ગંભીર ઘટના સામે આવી છે. બંગલી ફળિયામાં પોતાના ઘર આંગણે રમી રહેલી માત્ર દોઢ વર્ષની માસૂમ બાળકી પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો. હુમલામાં બાળકીના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. માતાએ દોડી આવી બાળકીને છોડાવી મેખર ગામના બંગલી ફળિયામાં રહેતા પંકજભાઈ બારીયાની દોઢ વર્ષની પુત્રી વિદ્યાબેન ઘર આંગણે રમી રહી હતી. તે દરમિયાન અચાનક એક રખડતો શ્વાન ત્યાં આવી પહોંચ્યો હતો અને માસૂમ બાળકી પર હુમલો કરી તેને પકડી લીધી હતી. બાળકીની ચીસો સાંભળીને તેની માતા તાત્કાલિક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના ચુંગાલમાંથી છોડાવી હતી. બાળકીને મોઢાના ભાગે ગંભીર ઈજા શ્વાનના હુમલામાં બાળકીના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ આ ઘટનાને ‘કેટેગરી-3’ ડોગ બાઈટ ગણાવી હતી. બાળકીની ગંભીર ઈજાઓને પગલે તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. રખડતા શ્વાનના ત્રાસથી ગ્રામજનોમાં રોષ દોઢ વર્ષની માસૂમ બાળકી પર થયેલા આ હુમલાને પગલે મેખર ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોમાં રખડતા શ્વાનોને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ રખડતા શ્વાનોના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan