politics
માલવણ MRL કંપનીમાં શ્રમિકોનો વિરોધ:15 દિવસમાં પ્રશ્નો ઉકેલવાની લેખિત ખાતરી મળતાં શ્રમિકોએ હડતાળ મોકૂફ રાખી, પૂર્વ MLA નૌશાદ સોલંકીએ મધ્યસ્થતા કરી
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે આવેલી MRL કંપનીમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને શ્રમિકોએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. શ્રમિકોના વિરોધને પગલે કંપનીના મુખ્ય ગેટ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ શ્રમિકો અને કંપની મેનેજમેન્ટ વચ્ચે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. શ્રમિકોના પગાર અને કામના કલાકો સહિતના પ્રશ્નો અંગે રજૂઆત શ્રમિકોએ લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ સાથે હડતાળ શરૂ કરી હતી. જેમાં પગાર, કામના કલાકો તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓને લગતા પ્રશ્નોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું હતું. વિરોધને ધ્યાનમાં રાખીને કંપની પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નૌશાદ સોલંકીની મધ્યસ્થીથી કંપની મેનેજમેન્ટ સાથે બેઠક વિવાદની જાણ થતાં દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે શ્રમિકોના પ્રતિનિધિઓ તથા કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન શ્રમિકોની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. 15 દિવસમાં પ્રશ્નો ઉકેલવાની લેખિત ખાતરી ચર્ચા બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા શ્રમિકોના પ્રશ્નોનો આગામી 15 દિવસમાં ઉકેલ લાવવાની લેખિત ખાતરી આપવામાં આવી હતી. આ ખાતરી મળતાં શ્રમિકોએ હાલ પૂરતી હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. આ અંગે MRL કંપનીના મેનેજરે જણાવ્યું હતું કે, અમારી કંપનીના કેટલાંક પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. આ અંગે આ પ્રશ્નોનો અમે આગામી દિવસોમાં સુખદ નિવેડો લાવવાની ખાતરી આપતા એમનું આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. સમયમર્યાદામાં ઉકેલ નહીં આવે તો ફરી આંદોલનની ચીમકી શ્રમિક આગેવાનોએ સ્પષ્ટતા કરી હતી કે 15 દિવસની સમયમર્યાદામાં માંગણીઓ અને પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ફરી આંદોલન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ કંપની મેનેજરે જણાવ્યું હતું કે, કંપનીના કેટલાક પ્રશ્નોને લઈને શ્રમિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેનો આગામી દિવસોમાં સુખદ નિવેડો લાવવાની ખાતરી આપવામાં આવતા શ્રમિકોએ આંદોલન સમેટી લીધું છે.
Read full article on Divya Bhaskar