top
MSU માં PM ના કાર્યક્રમનો વિરોધ યથાવત:ફૈઝલે બસ સ્ટેન્ડમાં માથા પછાડી કાજલની હત્યા કરી, ભંગારના પાંચ વેપારીના નામે ₹2000 કરોડનું કૌભાંડ, ધર્મસભામાં સ્વરા ભાસ્કર પર પ્રહારો
કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ધૂમ મચી આજે ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ..દ્વારિકાના નાથને જોવા ભક્તો ઘેલા થયા.. તો ડાકોરના ઠાકોરના દર્શને હકડેઠઠ મેદની જામી. આ તરફ શામળાજી મંદિર પણ જનમેદનીથી ઉભરાયું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે દિવસમાં બે લાખથી વધુ લોકોએ મેળો માણ્યો રાજકોટ લોકમેળાના બીજા દિવસનો આકાશી નજારો..રાઇડ્સની રંગબેરંગી લાઈટોએ ચાર ચાંદ લગાવ્યા..બે દિવસમાં બે લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GEN-Zને આકર્ષવા PMનો વડોદરામાં હાઇટેક કાર્યક્રમ 8મી સપ્ટેમ્બરે પીએમ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન GEN-Zને આકર્ષવા PMનો વડોદરામાં હાઇટેક કાર્યક્રમ..IPL જેવો લાઇવ માહોલ ઉભો કરાશે. 5મીથી ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેનેટ મેમ્બરે પત્ર લખી પીએમ મોદીને વિનંતી કરી તો પીએમ મોદીના એમ.એસ.યુનિ.માં યોજાનારા પેવેલિયન કાર્યક્રમનો વિરોધ યથાવત. સેનેટ મેમ્બરે પીએમ મોદીને પત્ર લખ્યો.કપિલ જોષીએ પીએમને વિનંતી કરી કે રમતવીરોની પ્રેક્ટિસ અટકાવી મેદાનને અન્ય કાર્યક્રમ માટે ન ફાળવવું જોઈએ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધર્મસભામાં અભિનેત્રી સ્વરા ભાસ્કર પર આકરા પ્રહારો અભિનેત્રી સ્વરા ભાસ્કરે પદ્માવત ફિલ્મના જૌહર સીન પર આપેલા નિવેદન પર રાજકોટમાં યોજાયેલી ધર્મસભામાં તેમના પર આકરા પ્રહાર... ખીરસરા સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ સ્વરાને શૂપર્ણખા કહી તો વીએચપીના કેન્દ્રીય મંત્રી શંકરભાઉએ સ્વરા ભાસ્કરના નિવેદનને વખોડતા તેમને ‘કલંક’ અને ‘કીડા સમાન’ ગણાવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર અને બાઈક ખાડામાં ખાબકતા બે યુવકોના મોત ઉનાના કંસારી નજીક કાર અને બાઈક વચ્ચે ટક્કર થઈ અને બંને વાહનો રોડની સાઈડ પર પડેલા પાંચ ફૂટથી ઉંડા ખાડામાં ખાબક્યા. અકસ્માતમાં ભડિયાદરના બે યુવાનના ઘટનાસ્થળે મોત નીપજ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દર્શનાર્થે જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત રાજકોટથી પાવાગઢ જઈ રહેલા પરિવારને કંથારિયા-વાસદ રોડ પર અકસ્માત નડ્યો.. ટેમ્પો પલટી જતાં 12 લોકો ઈજાગ્રસ્ત. 8ને વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એસ.ટી. બસ સ્ટેન્ડમાં લિવઈન પાર્ટનરની હત્યા ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં ફૈઝલ નામના યુવકે લિવ-ઈન પાર્ટનર કાજલની હત્યા કરી. કોઈ અન્ય યુવક સાથે વાત કરતી હોવાનું કહી યુવતી પર હુમલો કર્યો. સારવાર દરમિયાન યુવતીનું મોત થયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચેન્જિંગ રુમમાં વીડિયો બનાવવાના કેસમાં સમાધાન અમદાવાદના પેલેડિયમ મોલના ચેન્જિંગ રુમમાં સગીરાનો વીડિયો બનાવવાના કેસમાં સમાધાન થઈ ગયું. વાલીએ દીકરીના અભ્યાસ અને ભવિષ્યને લઈને આ નિર્ણય કર્યો. તો કોર્ટે આરોપી યુવકને સિવિલમાં એક મહિનો સેવા કરવાનો અને અનાથ આશ્રમમાં 50 હજારનું દાન કરવા આદેશ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભંગારના પાંચ વેપારીના નામે ₹2000 કરોડનું કૌભાંડ સુરતમાં ભંગારના 5 વેપારીના નામે ₹2000 કરોડનું ITC કૌભાંડ..મણિપુરની નકલી કંપની સાથે કનેક્શન ખુલતાં DGGI ચોંકી ઊઠી.. મોટા માથાઓ સુધી પહોંચવા કવાયત્.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar