Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મુળીના દેવપરા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો:એસઓજીએ ₹15,022 નો દવાઓનો જથ્થો જપ્ત કર્યો; મેડિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 2 views
મુળીના દેવપરા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો:એસઓજીએ ₹15,022 નો દવાઓનો જથ્થો જપ્ત કર્યો; મેડિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ
સુરેન્દ્રનગર એસઓજી શાખાએ મુળી તાલુકાના દેવપરા ગામે દરોડો પાડીને કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથી સારવાર આપતા બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત પોલીસે બસસ્ટેન્ડ પાછળથી દરોડો પાડીને ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી બાતમીના આધારે પાડ્યો દરોડો એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેકટર વાય.પી.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ મુળી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બસસ્ટેન્ડ પાછળ દેવરાજ ખાંભલા નામનો શખ્સ ડિગ્રી વગર એલોપેથી દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વગડીયા પીએચસીના મેડિકલ ઓફિસર ડો. અંકિતાબા ચિત્રાને સાથે રાખીને સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. ₹15,022 ની દવાઓ જપ્ત કરાઈ દરોડા દરમિયાન મુળીના રબારી પા ગામનો રહેવાસી દેવરાજ ખાંભલા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે તેના કબ્જામાંથી વિવિધ કંપનીઓની એલોપેથી દવાઓ અને તબીબી સાધનો મળી કુલ ₹15,022 નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરવા બદલ આરોપી દેવરાજ ખાંભલા વિરુદ્ધ મુળી પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઈ વાય.પી.પટેલ, પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા સહિત એસઓજી પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan