Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મૂંગા હોવાનો ઢોંગ કરી મોબાઇલ ચોરતો તસ્કર ઝડપાયો:દાન માંગવાના બહાને ચોરી કરતો હતો; વ્યારામાં ₹51,500ના 6 મોબાઇલ સાથે પકડાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 4, 2026 👁 2 views
મૂંગા હોવાનો ઢોંગ કરી મોબાઇલ ચોરતો તસ્કર ઝડપાયો:દાન માંગવાના બહાને ચોરી કરતો હતો; વ્યારામાં ₹51,500ના 6 મોબાઇલ સાથે પકડાયો
તાપી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે વ્યારામાં થયેલી મોબાઇલ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. પોલીસે મૂંગા હોવાનો ઢોંગ કરી દાન માંગવાના બહાને મોબાઇલ ચોરી કરતા એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસ ટીમે આરોપી પાસેથી ₹51,500ની કિંમતના 6 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફ્લેટમાંથી 3 મોબાઈલ ચોરાતા નોંધાઈ હતી ફરિયાદ આ ચોરી 30 જુલાઈના રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જેમાં ફરિયાદીના ફ્લેટના હોલમાંથી મોટોરોલા અને વિવો કંપનીના 3 મોબાઇલ ફોન ચોરાયા હતા. આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ગુનો ઉકેલવા માટે LCB PI બી.જી. રાવલ અને પેરોલ ફર્લો સ્ક્વોડના PI જે.બી. આહિરની ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે કડક પૂછપરછ કરતાં આરોપી બોલવા લાગ્યો પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેણે ગૂંગો હોવાનો ઢોંગ કર્યો હતો, પરંતુ પોલીસે કડક પૂછપરછ કરતા તે બોલવા લાગ્યો હતો અને ચોરીની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીનું નામ માંગીલાલ રાજનઠ છે, જે હાલ સુરતના ઉધનામાં રહે છે અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની છે. દાન માંગવાના બહાને ઘરોની રેકી કરતો હતો આરોપી બનાવટી મૂકબધિર(મૂંગો) બનીને જુદા જુદા વિસ્તારોમાં ફરતો હતો અને હિન્દી-ગુજરાતી લખાણવાળા પેમ્પલેટ બતાવી દાન માંગતો હતો. દાન માંગવાના બહાને તે ઘરોની રેકી કરતો અને લોકોની નજર ચૂકવીને મોબાઇલ ફોનની ચોરી કરીને ભાગી જતો હતો. પોલીસે આરોપી પાસેથી ₹51,500ની કિંમતના 6 ચોરીના મોબાઇલ ફોન અને દાન માંગવાના 4 પેમ્પલેટ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મોબાઈલ અને પોલીસ ટીમની સરાહનીય કામગીરી જપ્ત કરાયેલા ફોનમાં મોટોરોલા EDGE 50 (₹24,500), વિવો V2065 (₹10,000), ટેકનોસ્પાર્ક SPARK 7 (₹5,000), રેડમી REDMI NOTE 9 PRO (₹5,000), સેમસંગ A50 (₹5,000) અને એક અન્ય મોટોરોલા ફોન (₹2,000)નો સમાવેશ થાય છે. આ કામગીરીમાં LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. ઝડપાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan