Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Navsariના ઉંભરાટ ગામમાં દારૂબંધીના ધજાગરા, મોપેડ પર દારૂ લઈ જતી મહિલા ઝડપાઈ

📰 Sandesh 🕐 1 min read 📅 August 28, 2026 👁 4 views
Navsariના ઉંભરાટ ગામમાં દારૂબંધીના ધજાગરા, મોપેડ પર દારૂ લઈ જતી મહિલા ઝડપાઈ
ગાંધીના ગુજરાતમાં કાગળ પરની દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો નવસારી જિલ્લામાંથી સામે આવ્યો છે. અગાઉ ભાવનગર લઠ્ઠાકાંડ જેવી ગંભીર હોનારત સર્જાયા બાદ પણ અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા છે. નવસારીના પ્રસિદ્ધ ઉંભરાટ ગામમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા પોતાની મોપેડ (સ્કૂટી) પર ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ખુલ્લેઆમ લઈને જતી કૅમેરામાં કેદ થઈ છે. સ્થાનિક યુવાનોએ મહિલાને અટકાવી ઉંભરાટ ગામમાં મોપેડ સવાર મહિલા જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને પ્રવેશી રહી હતી ત્યારે ગામના જાગૃત સ્થાનિક યુવાનોની નજર તેના પર પડી હતી. યુવાનોએ તુરંત જ મહિલાને અટકાવી હતી અને ગામમાં દારૂનો જથ્થો ઘુસાડવા સામે સખત વિરોધ દર્શાવી તેને રોકી હતી. સ્થાનિક યુવાનોએ આ સમગ્ર ઘટનાનું પોતાના મોબાઈલ કેમેરામાં શૂટિંગ કરી લીધું હતું. મોપેડ પર દારૂનો જથ્થો લઈને જતી મહિલાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો અને સ્થાનિકોમાં ભારે રોષ ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારે મહિલાઓ દ્વારા પણ દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની નાકાબંધી અને ગશ્ત વચ્ચે આટલો મોટો દારૂનો જથ્થો બિંદાસપણે ગામ સુધી પહોંચ્યો કેવી રીતે, તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિક યુવાનોની જાગૃતિના કારણે આ મામલો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે હવે વાયરલ વીડિયોના આધારે પોલીસ બુટલેગરો અને મહિલા સામે કયા પ્રકારના પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. આ પણ વાંચો : Banaskantha News : અંબાજી પાસે અકસ્માત, અમદાવાદ મેયર-ધારાસભ્યોએ ગાડી રોકી ઘાયલોને મોકલ્યા હોસ્પિટલ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan