Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

નેત્રમ શાખાની પ્રશંસનીય કામગીરી:ગુમ થયેલું પાકીટ અને કિંમતી દસ્તાવેજો ગણતરીના કલાકોમાં શોધી પરત સોંપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 7 views
નેત્રમ શાખાની પ્રશંસનીય કામગીરી:ગુમ થયેલું પાકીટ અને કિંમતી દસ્તાવેજો ગણતરીના કલાકોમાં શોધી પરત સોંપાયા
મહેસાણા શહેરના હેદરીચોક વિસ્તારમાં રહેતા અને મકાઈની લારી તેમજ પાન-પાર્લરનો ધંધો કરતા ઇમરાનભાઇ નુરમહંમદ મિયાણા પોતાનું કામકાજ પતાવીને બપોરે આશરે 12:00 વાગ્યાના સુમારે ઘરે જમવા જઈ રહ્યા હતા. તે ગાળા દરમિયાન રસ્તામાં ક્યાંક તેમનું કિંમતી પાકીટ પડી ગયું હતું. આ પાકીટમાં રોકડા રૂપિયા 11660 તથા અન્ય મહત્વના ડોક્યુમેન્ટ્સ રહેલા હતા. આસપાસ શોધખોળ કરવા છતાં પાકીટ ન મળતા, આખરે તેઓએ મદદ માટે નેત્રમ શાખા મહેસાણાનો સંપર્ક સાધ્યો હતો. 'VISWAS' પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત નેત્રમ શાખાની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નેત્રમ શાખાના પી.એસ.આઈ. એચ.બી.સુથાર તથા મહિલા કોન્સ્ટેબલ અમરબેન દ્વારા બનાવ સમયના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.હેદરીચોક અને ધોબીઘાટ વિસ્તારના સીસીટીવી તપાસતા, હેદરીચોક દરગાહ આગળથી પેડલ સાયકલ લઈને જતો એક અજાણ્યો ઈસમ રસ્તા પરથી આ પાકીટ ઉઠાવી ધોબીઘાટ તરફ જતો નજરે પડ્યો હતો. પોલીસ ટીમે સ્થાનિક લોકોનો સંપર્ક કરી તે સાયકલ ચાલકની ઓળખ મેળવી હતી અને તેને બોલાવીને ગુમ થયેલું પાકીટ સુરક્ષિત રીતે કબજે કર્યું હતું. આ રીતે નેત્રમ શાખાએ ગણતરીના કલાકોમાં જ તમામ રોકડ રકમ અને મહત્વના કાગળો સાથેનું પાકીટ તેના મૂળ માલિક ઇમરાનભાઇને સહિસલામત પરત સોંપીને પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરી બતાવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan