top
વડોદરાના મ્યુનિ. કમિશનર સિંગાપોર જશે:શહેરના વિકાસમાં અધ્યયન ટેક્નોલોજીના ઉપયોગ અંગે નવેમ્બરમાં ખાસ તાલીમ કાર્યક્રમ
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ "Urban Development Towards A Smart Nation Vision" વિષય પર આયોજિત ખાસ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગામી નવેમ્બર મહિનામાં સિંગાપુર જશે. આ અંગેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. ભલામણને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ સ્વીકૃતિ માટે મૂકવામાં આવી છે. ગવર્નેન્ટ ઓફ સિંગાપુર અને જાપાનનું સંયુક્ત આયોજન સિંગાપુર ખાતે તારીખ 23 થી 27 નવેમ્બર, 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરના "In-person Knowledge Co-Operation Program" નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચસ્તરીય તાલીમ કાર્યક્રમનું આયોજન ગવર્નમેન્ટ ઓફ સિંગાપુર અને જાપાન દ્વારા સંયુક્ત રીતે "Japan-Singapore Partnership Programme for the 21st Century" (JSPP21) હેઠળ સ્પોન્સર કરવામાં આવ્યું છે. જેમાં ભાગે લેવા માટે મ્યુનિસિપલ કમિશનર જશે. જે અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. જે મંજૂર થયા બાદ સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. શહેરી સંચાલનમાં અધ્યયન ટેક્નોલોજીના ઉપયોગ અંગે તાલીમ આ આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્માર્ટ સિટી વિકાસ, આધુનિક શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ વિકાસ અને શહેરી સંચાલનમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અંગેનું જ્ઞાન આદાન-પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મ્યુનિસિપલ કમિશનરનો તમામ ખર્ચ સ્પોન્સરિંગ સંસ્થાઓ દ્વારા વહન કરવામાં આવશે. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા પ્રતિનિધિ માટે નિયત આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રાઉન્ડ-ટ્રિપ ઇકોનોમી ક્લાસ એર ટિકિટ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, સિંગાપુર રોકાણ દરમિયાન રહેવાની વ્યવસ્થા , સ્થાનિક વાહન વ્યવહાર, મેડિકલ ઇન્સ્યોરન્સ અને દૈનિક ભથ્થું પણ JICA અને JSPP21ના સહયોગથી પૂરું પાડવામાં આવશે, જેથી સ્થાનિક તિજોરી પર કોઈ વધારાનો આર્થિક બોજ પડશે નહીં. શહેરને આધુનિક બનાવવા તાલીમ મહત્વપૂર્ણ વડોદરા શહેરને સ્માર્ટ અને આધુનિક બનાવવાના પ્રયાસોના ભાગરૂપે કમિશ્નરની આ વિદેશ તાલીમ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમની તાકીદ અને મહત્વને ધ્યાનમાં રાખીને, સામાન્ય સભાની ઔપચારિક મંજૂરી મેળવવાની અપેક્ષા રાખીને આ વિદેશ પ્રવાસ અને તાલીમમાં જોડાવાની ભલામણને મંજૂરી માટે મૂકવામાં આવી છે. આ તાલીમમાંથી પ્રાપ્ત થનાર વૈશ્વિક અનુભવ અને સ્માર્ટ નેશન વિઝનના ખ્યાલો વડોદરા શહેરના ભાવિ પ્રોજેક્ટ્સ અને શહેરી સુવિધાઓના સુધારણા માટે અત્યંત ઉપયોગી નિવડશે.
Read full article on Divya Bhaskar