Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામે અકસ્માત:પૂરઝડપે દોડતી કારે મોટરસાઇકલને ટક્કર મારતા યુવકનું મોત, પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 1, 2026 👁 1 views
બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામે અકસ્માત:પૂરઝડપે દોડતી કારે મોટરસાઇકલને ટક્કર મારતા યુવકનું મોત, પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામે ભેમાણીપાટી વિસ્તારમાં રહેતા અને રેલવેમાંથી નિવૃત્ત થયેલા કાનજીભાઈ ઓખાજી ઝાલાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રવિવારે સવારે પશુઓ માટે ખેતરમાંથી ઘાસચારો લેવા ગયેલા પરિવારના મોટરસાઇકલને પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલી ફોર્ડ ફિગો કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ દર્દનાક અકસ્માતમાં કાનજીભાઈના યુવાન પુત્ર ભાવુભાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પુત્રવધૂને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બરીયફા કેનાલ પાસે બની ઘટના વિગતો મુજબ, ગુંજાળા ગામે રહેતા 70 વર્ષીય નિવૃત્ત રેલવે કર્મચારી કાનજીભાઈનો પરિવાર ખેતીકામ સાથે સંકળાયેલો છે. રવિવારે સવારે આઠેક વાગ્યે પરિવારના સભ્યો બરીયફા રોડ પર આવેલા ખેતરમાં પશુઓ માટે ચારો લેવા ગયા હતા. સવારે આશરે દશેક વાગ્યાના સુમારે જ્યારે ભાવુભા અને તેમની પત્ની રોડની સાઇડમાં ઊભેલા હીરો પેશન મોટરસાઇકલ (GJ-38-AQ-2891) પર ઘાસચારો મૂકી રહ્યા હતા, ત્યારે બરીયફા તરફથી પૂરઝડપે આવી રહેલી ફોર્ડ ફિગો કાર (GJ-18-ED-9796)ના ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક અને કાર બંને ઉછળીને રોડની બાજુમાં આવેલી ઊંડી ચોકડીમાં ખાબક્યાં હતાં. ગંભીર ઇજાગ્રસ્ત પુત્રવધૂને મહેસાણા રીફર કરાયાં અકસ્માતની જાણ થતાં જ પિતા કાનજીભાઈ સહિત આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઇમરજન્સી મેડિકલ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ બાદ ભાવુભાને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલાં તેમનાં પત્નીને તાત્કાલિક બહુચરાજીની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ડાબા પગે ગંભીર ફ્રેક્ચર જણાતાં પ્રાથમિક ઉપચાર બાદ વધુ સર્જરી માટે મહેસાણાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં છે. બીજી તરફ, મૃતક ભાવુભાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હરિયાણાના કારચાલકની ધરપકડ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને બહુચરાજી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને અકસ્માત સર્જનાર ફોર્ડ ફિગો કારના ચાલકને ઝડપી પાડી પોલીસ મથકે લઈ જવાયો હતો. પૂછપરછમાં ચાલકે પોતાનું નામ રાહુલ દેવેન્દ્રસિંહ ઠાકુર (હાલ રહે. બહુચરાજી, મૂળ રહે. સેક્ટર-62, હાઉસીંગ બોર્ડ કોલોની, વલ્લભગઢ, ફરીદાબાદ, હરિયાણા) હોવાનું જણાવ્યું હતું. આ મામલે મૃતકના પિતા કાનજીભાઈ ઝાલાએ નોંધાવેલી ફરિયાદના આધારે બેચરાજી પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan