Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જામનગરમાં દારૂ અંગે ખોટો વીડિયો વાયરલ કરનાર શખસે માફી માંગી:નશો ઉતર્યા બાદ કાન પકડી પોલીસ સમક્ષ હાથ જોડી ભૂલ સ્વીકારી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 7, 2026 👁 2 views
જામનગરમાં દારૂ અંગે ખોટો વીડિયો વાયરલ કરનાર શખસે માફી માંગી:નશો ઉતર્યા બાદ કાન પકડી પોલીસ સમક્ષ હાથ જોડી ભૂલ સ્વીકારી
જામનગર શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં દારૂ મળતો હોવાનો ખોટો વીડિયો વાયરલ કરનાર એક શખ્સે પોલીસ સમક્ષ માફી માંગી છે. તેણે કાન પકડી અને હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારી હતી. શંકર ટેકરી વિસ્તારમાં રહેતા સદ્દામહુસૈન આદમભાઈ સુંભરાણીયા નામના આ શખ્સે અગાઉ દારૂ પીને એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે શંકર ટેકરી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાનો દાવો કર્યો હતો અને પોલીસ તંત્ર પર પણ આક્ષેપ કર્યા હતા. આ મામલો પોલીસના ધ્યાને આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ સદ્દામહુસૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથ જોડીને માફી માંગતો જોવા મળે છે. આ વીડિયોમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે શંકર ટેકરી વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો દારૂ મળતો નથી. તેણે વધુ પડતો દારૂ પીધેલી હાલતમાં અને નશામાં આ પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. સદ્દામહુસૈને પોલીસકર્મીઓ અને તંત્રની છબી ખરડવા બદલ દિલથી માફી માંગી હતી. પોલીસે આવા તત્વો સામે કડક વલણ અપનાવતા આ મામલો શાંત પડ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan