top
હવે મંદિરો પણ સુરક્ષિત નથી? સ્વામિનારાયણ મંદિરમાં ચોરી થતાં ચકચાર
મકાનો અને દુકાનો બાદ હવે મંદિરો પણ સલામત નથી. ખસ રોડ પર આવેલા શંકર પરા વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના બની છે. અંદાજિત 3-4 બુકાનીધારીઓએ મંદિરમાં હાથફેરો કર્યો છે. મંદિરની દીવાલ ઓળંગીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું CCTV કેમેરામાં કેદ થયું હતું. મહત્વનું છે કે મંદિરની દીવાલની અડીને દારુનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો આરોપ મંદિરના સ્વામી દ્વારા મૂકવામાં આવ્યો છે, તેમના દાવા પ્રમાણે મંદિરની આસપાસ પણ અનેક દારુની બોટલો જોવા મળે છે અને અસામાજિક તત્વોનો પણ ત્રાસ છે, ઉલ્લેખનીય છે કે ચોરીની આ ઘટનામાં રોકડ સહિત અન્ય ચીજવસ્તુઓ મળી અંદાજિત 45 હજારની મત્તા ચોરાઈ હોવાની માહિતી મળી છે. સમગ્ર મામલે બોટાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
Read full article on News18 Gujarati