top
દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારી, પોલીસનો લોખંડી બંદોબસ્ત
દેવભૂમિ દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના મહાપર્વને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જન્માષ્ટમીના પાવન પર્વે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા અને બેટ દ્વારકા પહોંચે તેવી સંભાવનાને પગલે સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ જગત મંદિર આસપાસ કીર્તિસ્તંભથી છપ્પન સીડી સુધી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની અવરજવર સરળ રહે અને ભીડનું નિયંત્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે સમગ્ર રૂટને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંદાજે 2 હજાર પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ બોમ્બ સ્કવોડ સહિતની વિવિધ ટીમોને પણ તૈનાત રાખવામાં આવશે. જન્માષ્ટમી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા હોવાથી સુરક્ષા, ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
Read full article on News18 Gujarati