top
યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી ઘટનાથી સિક્યોરિટી વ્યવસ્થા સામે સવાલ:એક્સપરિમેન્ટલ સ્કૂલ બહાર યુગલની અશોભનીય હરકત,વીડિયો ફરતો થયો
મ.સ. યુનિ. ફરી કેમ્પસમાં બનેલી ઘટનાથી ચર્ચામાં આવી છે. યુનિ.ની એક્સપરિમેન્ટલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ જાહેરમાં અશ્લીલ હરકત કરતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેથી સિક્યોરિટી વ્યવસ્થા સામે સવાલો ઊઠ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં સોમવારે સાંજે એક્સપરિમેન્ટલ સ્કૂલ બહાર યુગલ જાહેરમાં અશ્લીલ હરકત કરતું હોવાનો વીડિયો ફરતો થયો છે. શૈક્ષણિક સ્થળે જાહેરમાં આ પ્રકારનું વર્તન સામે આવતાં કેમ્પસમાં શિસ્ત જાળવવાની જવાબદારી અંગે સવાલો ઊઠ્યા છે. વીડિયો મામલે યુનિવર્સિટી સત્તાધીશોએ કહ્યું કે, તપાસ કરીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હશે તો તેમની સામે કાર્યવાહી કરશે. સાથે સિક્યોરિટી એજન્સી સામે પણ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, 2 મહિના પહેલાં આર્ટ્સ ફેકલ્ટીમાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની અશ્લીલ અંગે તપાસ કમિટી બની હતી. કમિટીએ અહેવાલ આપી દીધો છે, જેમાં ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગનાં પગલાં ભરવા ભલામણ કરી છે. કેમ્પસમાં શિસ્ત-સુરક્ષા સામે પ્રશ્ન, આઇકાર્ડ ચેકિંગ કરાતું નથી
Read full article on Divya Bhaskar