Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

જેતપુરથી માતાની સારવાર કરાવી પરત ફરતી વખતે ઘટના બની:દેવળકીની સીમમાં બાઇક સ્લીપ થતાં મહિલાનું મોત ચાલકનો આબાદ બચાવ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 1 views
જેતપુરથી માતાની સારવાર કરાવી પરત ફરતી વખતે ઘટના બની:દેવળકીની સીમમાં બાઇક સ્લીપ થતાં મહિલાનું મોત ચાલકનો આબાદ બચાવ
વડીયા તાલુકાના દેવળકી ગામની સીમમાં બાઇક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પગમાં દુખાવાની સારવાર કરાવી હોસ્પિટલથી પુત્ર સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા પુત્ર ચાલુ બાઇકે થૂંકવા જતા ઘટના બની હતી. વડીયાના દેવળકી ગામના પાર્થ ભુપતભાઈ ટોળીયા (ઉં.વ.20) પોતાની માતા કાળીબેન (ઉં.વ.50)ને પગમાં દુખાવાની તકલીફ હોવાથી જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સારવાર કરાવ્યા બાદ બંને GJ-14-BE-6162 નંબરની બાઇક પર બેસીને પોતાના ગામે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તા. 31 ઑક્ટોબરના રોજ બપોરે આશરે એક વાગ્યાના અરસામાં દેવળકી ગામની સીમમાંથી પસાર થતી વખતે પાર્થ ચાલુ બાઇક પર થૂંકવા જતાં બાઇક પરથી કાબૂ ગુમાવી બેઠા હતા. પરિણામે બાઇક સ્લીપ થતાં માતા-પુત્ર બંને રસ્તા પર પટકાયાં હતાં. આ અકસ્માતમાં કાળીબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેમને પ્રથમ જેતપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જોકે, ત્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યાં હતાં.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan