top
પંચમહાલમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક:સંગઠન પર્વની ઉજવણી, શિક્ષણના પ્રશ્નો પર ચર્ચા
પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ગોધરા ખાતે સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમિતિ દ્વારા એક સમૂહ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા સંચાલક મંડળ, જિલ્લા આચાર્ય સંઘ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તેમજ વહીવટી કર્મચારી સંઘના હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાની વિવિધ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પી.ડી. સોલંકી (જિલ્લા સંચાલક મંડળ મહામંત્રી), જે.પી. પટેલ (આચાર્ય સંઘ), ભરતભાઈ ઉપાધ્યાય (માધ્યમિક શિક્ષક સંઘ રાજ્ય મહામંત્રી) તથા વિનોદભાઈ પટેલ (બોર્ડ સભ્ય, વહીવટી વિભાગ) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ શિક્ષણ ક્ષેત્રના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સંગઠન પર્વની આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.
Read full article on Divya Bhaskar