politics
સુરતના બિલ્ડર મિટિંગ અધવચ્ચે મૂકી રવાના થતા લોકોમાં રોષ:છાપરા રોડે આવેલી સિલ્વર પાલમ સોસા.માં હિસાબ મામલે હોબાળો
નવસારીના છાપરા રોડ પર આવેલી ''સિલ્વર પાલમ સોસાયટી''નાં રહીશો અને બિલ્ડર અને તેમના ભાગીદારો વચ્ચે મેઈન્ટેનન્સ અને નાણાંકીય હિસાબોની સ્પષ્ટતાને લઈને તીવ્ર વિવાદ સર્જાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મળતી માહિતી મુજબ, સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડર પક્ષ પાસે અત્યાર સુધી વસૂલવામાં આવેલા મેઈન્ટેનન્સ તથા અન્ય ફંડ બાબતે અંદાજે રૂ. 1.25 કરોડ (સવા કરોડ) જેટલી મોટી રકમનો વિગતવાર હિસાબ માંગવામાં આવ્યો હતો. આ હિસાબ મામલે શરૂ થયેલી ચર્ચા ઉગ્ર બોલાચાલીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. રહીશોએ મેઈન્ટેનન્સના નાણાંનો પારદર્શક હિસાબ આપવા માટે આગ્રહ રાખતા બન્ને પક્ષો વચ્ચે વાતાવરણ ગરમાયું હતું. વિવાદ વધુ ઉગ્ર બનતા અંતે બિલ્ડર પક્ષ મિટિંગ અધવચ્ચે જ છોડીને સ્થળ પરથી રવાના થઈ ગયો હતો. સોસાયટીના રહીશોમાં બિલ્ડરની આ બેદરકારી અને હિસાબ આપવામાં બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ વર્ષ-2018ના રોજ લિફ્ટના લાઇસન્સની મુદ્દત પુરી થઇ ગઇ હોવા છતાં અને સોસાયટીમાં મેઇન્ટેનન્સ બાબતે શનિવારે રાત્રે લોકોએ બિલ્ડરને આડે હાથ લીધો હતો. લિફ્ટ લાયસન્સના મામલે પણ ગરમાગરમ ચર્ચા સિલ્વર પાલમ સોસાયટીના વિવાદમાં હવે લિફ્ટના લાયસન્સ અને તેની સુરક્ષાનો મુદ્દો પણ એરણે ચડ્યો છે. સોસાયટીના ''ડી'' વિંગની લિફ્ટના જૂના દસ્તાવેજો સામે આવ્યા બાદ રહીશોએ સવાલો ઉઠાવ્યા છે કે, વર્ષ 2018 પછી બિલ્ડર પક્ષ દ્વારા લિફ્ટના રિન્યુઅલ કે કાયદેસરના વાર્ષિક લાયસન્સ મેળવવામાં બેદરકારી દાખવવામાં આવી છે કે કેમ ? આ ગંભીર સુરક્ષા મુદ્દે પણ બેઠક દરમિયાન ભારે ચર્ચા અને રોષ જોવા મળ્યો હતો.
Read full article on Divya Bhaskar