top
સુરત રેલવે સ્ટેશનના ફૂડ સ્ટોલમાં પફ ખાતો ઉંદર કેમેરામાં કેદ: વીડિયો વાયરલ થતાં કેન્ટીન સીલ કરી કોન્ટ્રાક્ટ રદ કરાયો
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં કરતો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. પ્લેટફોર્મ પરના ફૂડ સ્ટોલના માઇક્રોવેવ ઓવનમાં ઉંદર પફ ખાતો દેખાયો હતો. વીડિયો વાયરલ થતાં જ પશ્ચિમ રેલવેના અધિકારીઓ હરકતમાં આવ્યા. રેલવે પ્રશાસને તાત્કાલિક કડક કાર્યવાહી કરી ફૂડ સ્ટોલ સીલ કર્યો અને સંબંધિત એજન્સીનો કોન્ટ્રાક્ટ કાયમી ધોરણે રદ કર્યો છે.
Read full article on Gujaratsamachar