Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

📰 Abp News 🕐 1 min read 📅 August 17, 2026 👁 7 views
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Gujarat Revenue Talati Job Chart: ગુજરાતના ગ્રામીણ વહીવટને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલી આવતી માંગણીનો અંત લાવતા, મહેસૂલ વિભાગ તેમજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 17 ઓગસ્ટ 2026 ના રોજ સંયુક્ત રીતે નવા ઠરાવો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

આ નવા ઠરાવ મુજબ, હવેથી રાજ્યમાં મહેસૂલી તલાટી (Revenue Talati) અને તલાટી-કમ-મંત્રી (Talati-cum-Mantri) વચ્ચે કામગીરી અને જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી કરી દેવામાં આવી છે. સરકારના આ સૈદ્ધાંતિક નિર્ણયથી બંને કેડરના કર્મચારીઓ વચ્ચે કામગીરી અંગે થતી દ્વિધાનો અંત આવશે, અને ગામડાના લોકોને સરકારી સેવાઓ ઝડપી અને સરળતાથી મળી શકશે.

શું છે નવો સિદ્ધાંત?

નવા જોબ-ચાર્ટ (Job Chart) નો મૂળભૂત સિદ્ધાંત એ છે કે:

પંચાયતને લગતા કામો: પંચાયત અધિનિયમ અને તેના નિયમો હેઠળની તમામ કામગીરી હવેથી માત્ર તલાટી-કમ-મંત્રી (ગ્રામ પંચાયત સચિવ) જ સંભાળશે.

મહેસૂલને લગતા કામો: મહેસૂલ વિભાગના વિવિધ કાયદાઓ (જેમ કે જમીન રેકોર્ડ, દબાણ વગેરે) ની કામગીરી માત્ર મહેસૂલી તલાટી દ્વારા કરવામાં આવશે.

1. મહેસૂલી તલાટી (Revenue Talati) નું નવું વર્કલિસ્ટ

મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ, મહેસૂલી તલાટીને કુલ 45 પ્રકારની અગત્યની જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમાંથી મુખ્ય કામગીરી નીચે મુજબ છે:

જમીન અને રેકોર્ડની કામગીરી: લેન્ડ રેવેન્યુ કોડ (Land Revenue Code), અશાંત ધારો, હિજરતી મિલકતો અને PM-સ્વામિત્વ યોજનાને લગતી તમામ કામગીરી.

પ્રમાણપત્રો: વારસાઈ, પેઢીનામું અને ખેડૂત ખાતેદાર અંગેના પ્રમાણપત્રો કાઢી આપવા.

સરકારી જમીનની સુરક્ષા: સરકારી ખરાબા અને જમીનો પર થતા દબાણો અટકાવવા. ગોચર, રસ્તા, તળાવ, સ્મશાન વગેરેની તપાસ કરવી.

ટેક્સ રિકવરી અને વસૂલાત: મહેસૂલી બાકી લેણાં, મજૂર અદાલતની રિકવરી, તેમજ ઇન્કમ ટેક્સ અને સેલ્સ ટેક્સની રિકવરી સંબંધિત કામગીરી.

ખેતી અને પાક અંગે: પાક કાપણી અખતરા (Crop Cutting Experiments), ફાર્મર રજિસ્ટ્રી (Farmer Registry) માં નોંધણી અને GCES એપ પર કામગીરી.

આપત્તિ વ્યવસ્થાપન: પૂર કે દુષ્કાળ સમયે નુકસાનીનો સર્વે, જમીન ધોવાણનો અહેવાલ તૈયાર કરવો અને કૃષિ રાહત પેકેજ માટે વાવેતરના દાખલા આપવા.

અન્ય કામો: ખનિજ ખોદકામ પર નજર રાખવી અને હદનિશાન દુરસ્તી કરવી. (ખાસ નોંધ: તેઓ પોતાના સરકારી કામ માટે ગ્રામ પંચાયત ઘરનો ઉપયોગ કરી શકશે.)

2. તલાટી-કમ-મંત્રી (ગ્રામ પંચાયત સચિવ) નું નવું વર્કલિસ્ટ

પંચાયત વિભાગના ઠરાવ મુજબ, તલાટી-કમ-મંત્રીને કુલ 70 પ્રકારની કામગીરી સોંપાઈ છે:

પંચાયતનો વહીવટ: ગ્રામ પંચાયત સચિવ તરીકેની સંપૂર્ણ ફરજ, હિસાબો સાચવવા, નાણાપંચની કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓનું અમલીકરણ.

પ્રમાણપત્રો અને દાખલા: ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી, આવક, જાતિ, રહેઠાણ, વિધવા સહાય અને દિવ્યાંગતાના દાખલા કાઢવા.

સરકારી યોજનાઓ: PM-KISAN નું ઈ-કેવાયસી (e-KYC), PM-VISHWAKARMA, ઈ-શ્રમ કાર્ડ, રાશનકાર્ડ સેવાઓ અને સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની કામગીરી.

સુવિધા અને સ્વચ્છતા: ગામમાં પીવાનું પાણી, ગટર, કચરા નિકાલ અને સ્ટ્રીટ લાઈટની દેખરેખ.

સમિતિઓ અને કાર્યક્રમો: પાણી સમિતિ, સ્વચ્છતા સમિતિ, વસ્તી ગણતરી, ચૂંટણીની કામગીરી અને ગરીબ કલ્યાણ મેળાનું આયોજન.

કૃષિ અને અન્ય સહયોગ: સોઈલ હેલ્થ કાર્ડ (Soil Health Card) માટે માટીના નમૂના લેવા. કુદરતી આપત્તિ વખતે સર્વેમાં મહેસૂલી તલાટીને સંપૂર્ણ મદદ કરવી. (તેઓ પંચાયત કચેરીનો ઉપયોગ કરશે.)

ડિજિટલ કામગીરી માટે VCE ની મદદ લઈ શકાશે

બંને ઠરાવોમાં એ વાતની સ્પષ્ટતા કરાઈ છે કે, ઓનલાઇન કે ડિજિટલ કામગીરીના ભારણને પહોંચી વળવા માટે મહેસૂલી તલાટી અને તલાટી-કમ-મંત્રી બંને, વિકાસ કમિશનરના આદેશ મુજબ Village Computer Entrepreneur (VCE) ની સેવાઓ લઈ શકશે.

આ નવા જોબ-ચાર્ટના અમલીકરણથી હવે ગામના લોકોને ખબર પડશે કે કયા કામ માટે કયા અધિકારી પાસે જવું. આનાથી વહીવટી ઘર્ષણ ટળશે અને પારદર્શિતા વધશે. આ ઠરાવનો અમલ સમગ્ર ગુજરાતમાં તત્કાલ અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan