top
મેંદામાં જોવા મળ્યો જીવાતનો ઢગલો!
બેકરી પ્રોડક્ટના શોખીનો માટે લાલબત્તી સમાન ઘટના ચર્ચામાં આવી છે. લાંભા-નારોલની મુસ્કાન બેકરી તથા બહેરામપુરાની પ્રિન્સ બેકરી સામે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. આ બંન્ને બેકરીઓમાં હાઈજીનના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. તેમજ ફૂડ સેફ્ટી લાયસન્સ વગર આ બેકરી ધમધમતી હોવાનો પણ ખુલાસો થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ બેકરીમાં ઉપયોગમાં લેવાતા મેંદામાં જીવાતોનો ઢગલો જોવા મળતા ખુદ ફૂડ વિભાગ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યારે સમગ્ર મામલે મનપાના ફૂડ વિભાગ દ્વારા બેકરીને સીલ મારીને કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
Read full article on News18 Gujarati