top
મ.સ.યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યા મંદિરની કાંચીકામકોટી પીઠના શંકરાચાર્યે મુલાકાત લીધી:ભારતની વિવિધ લિપિઓ, ભાષાઓમાં જ દેશ સાચી એકતા સમાયેલી છે: શંકરાચાર્ય
કાંચીકામકોટી પીઠના જગદગુરુ શંકરાચાર્ય શંકરવિજયેન્દ્રસરસ્વતી સ્વામીજીનું એમ.એસ.યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યા મંદિર (ઓરીએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ)માં 2 નવેમ્બરે આગમન થયું હતું. પ્રાચ્યવિદ્યા મંદિર ખાતે પહોંચતાં જ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પૂર્ણકુંભ, પુષ્પવૃષ્ટિ અને વૈદિક વેદઘોષ સાથે સ્વામીજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન શંકરાચાર્યજીએ સંસ્થાના સુરક્ષિત હસ્તપ્રત ભંડાર, લાયબ્રેરી અને હસ્તપ્રત પ્રદર્શિનીની આત્મીય મુલાકાત લીધી હતી. તેમણે વિશેષરૂપે ‘સૌંદર્ય લહેરી‘ની સચિત્ર હસ્તપ્રત અને ‘અયોધ્યામાહાત્મ્ય’ની હસ્તપ્રત નિહાળીને રસ દાખવ્યો હતો. શંકરાચાર્યજીએ સંસ્થામાં જળવાયેલા રામાયણ, વિષ્ણુપુરાણ અને માર્કંડેયપુરાણ જેવા અમૂલ્ય ગ્રંથો પણ નિહાળ્યા હતા. તેમણે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભારતની વિવિધ લિપિઓ અને વિવિધ ભાષાઓમાં જ દેશની સાચી એકતા સમાયેલી છે. આ પ્રસંગે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. ભાલચંદ્ર ભણગે, મ્યુનિ. કમિશનર અરુણ મહેશબાબુ સહિત વિવિધ ફેકલ્ટીના પ્રાધ્યાપકો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાંચીપીઠ અને પ્રાચ્યવિદ્યા મંદિર વચ્ચે સંયુક્ત સંશોધન થશે કાંચીપીઠ અને પ્રાચ્યવિદ્યા મંદિર વચ્ચે એક અતૂટ સંબંધની શરૂઆત થઈ છે. પ્રાચ્યવિદ્યા મંદિરના પ્રકાશનો તેમજ દુર્લભ હસ્તપ્રતો પર સંયુક્ત રીતે સંશોધન કરી તેને લોકભોગ્ય બનાવવાનું કાર્ય કરાશે. > શંકરાચાર્ય શંકરવિજયેન્દ્રસરસ્વતી સ્વામીજી 30 હજારથી વધુ પ્રાચીન અને દુર્લભ હસ્તપ્રતોનો અમૂલ્ય સંગ્રહ
Read full article on Divya Bhaskar