Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

હૂંફ:બાળક માટે માતા એટલે સુરક્ષાનું સેફ્ટી એન્કર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 4 views
હૂંફ:બાળક માટે માતા એટલે સુરક્ષાનું સેફ્ટી એન્કર
ડૉ. ધર્માંશુ વૈદ્ય બાળક જ્યારે ઘરમાં દોડતું હોય ત્યારે માત્ર બે પગ નથી દોડતા, પણ એની સાથે આખું બ્રહ્માંડ ફરતું હોય છે. બાળકના કિલકિલાટમાં ઈશ્વરની કોઈ રહસ્યમય ભાષા છુપાયેલી છે. પછી આ જ નિર્દોષ આંખોમાં જ્યારે અચાનક વિરોધનું ઝીણું તણખલું પ્રગટે છે, ત્યારે મોટામાં મોટા દાર્શનિકો અને સંસારના અનુભવી પિતાઓ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ જાય છે. મોટાભાગે તો અઢી વર્ષનું બાળક આંગળી પકડીને આખી દુનિયા ફરી લે, પિતાની આંગળી એના માટે હિમાલય જેવો ભરોસો બની જાય અને છતાં ઓચિંતું એવું બને કે એ જ નાનકડો જીવ પિતાના પ્રેમાળ હાથને ઝટકાવીને પોકારી ઊઠે: ‘ના, મારે મમ્મી જ જોઈએ!’ અહીંયા સમજવાનું એ છે કે આ ઘટના કોઈ સાધારણ જીદ કે પિતા પ્રત્યેનો અણગમો નથી. આ તો માનવચેતનાના અગાધ ઊંડાણમાં રમાતી મનોવૈજ્ઞાનિક લીલા છે. આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે બાળક માટે માતા એ માત્ર સ્તનપાન કરાવનારી જનેતા નથી, એ એનું પ્રાથમિક લંગર છે. આ એક એવું સેફ્ટી એન્કર જ્યાં આવીને તોફાની દરિયાનું વહાણ શાંત થઈ જાય છે. જ્યારે બાળક આનંદમાં હોય, રમતના હિલોળે ચડ્યું હોય, પતંગિયા પાછળ દોડતું હોય કે પિતા સાથે સ્કૂટર પર હવા ખાવા નીકળ્યું હોય, ત્યારે એનું જગત વિશાળ હોય છે. એ વખતે પિતા એના ઉત્સવના સાથીદાર બને છે. પિતા એટલે સાહસ, પિતા એટલે મુક્ત આકાશ અને બહારની દુનિયાનું પ્રવેશદ્વાર. પરંતુ જેવી બાળકના આંતરિક મનોજગતમાં કોઈ અસુરક્ષાની કંપારી છૂટે કે તરત જ એનું આકાશ સંકોચાઈને માતાના પાલવમાં સમાઈ જાય છે. બે, અઢી વર્ષની ઉંમરે બાળકના મગજનો તાર્કિક હિસ્સો હજી કાચો હોય છે. માતા જ્યારે નજર સામેથી અદૃશ્ય થઈ જાય, ત્યારે બાળકના કોમળ ચિત્તતંત્રમાં એક તીવ્ર એલાર્મ વાગે છે. એ વખતે પિતા તેને ગમે તેટલા મોંઘા રમકડાં આપે કે પ્રેમથી હીંચકો નાખે, એ હીંચકો બાળકને સાંત્વના નથી આપતો, પણ માતાથી દૂર રાખતી દીવાલ બની જાય છે. એ હિબકાં ભરીને જ્યાં સુધી માતાને પાછી ન જુએ ત્યાં સુધી બેચેન રહે છે. આ ક્ષણે પિતાએ પોતાના અભિમાનને બાજુ પર મૂકવાનું છે. બાળકની આ જીદ એ પિતાની નિષ્ફળતા નથી, પણ બાળકની નિર્દોષ લાચારી છે. એ વખતે બાળકને સમજાવવાનું નથી હોતું, એને માત્ર સ્વીકારવાનું હોય છે. એના રુદનને ડામવાને બદલે એને એટલું જ કહેવાનું હોય છે કે, ‘બેટા, તારી પીડા હું સમજું છું.’ પિતા જ્યારે સંયમ અને ધીરજની મૂર્તિ બનીને બાળકના વિરોધને પણ વહાલથી જીરવી લે છે, ત્યારે સાચું પિતૃત્વ ખીલે છે. બાળકની આ નારાજગી ક્ષણિક છે અને એનો પિતા સાથેનો સંબંધ શાશ્વત. આટલું સમજાય એટલે બહુ. પીપરમિન્ટ: એની આંખોમાં સૂરજ દીઠો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan