politics
રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર નીતિન ગડકરીનો પૂર્ણવિરામ, આપેલા નિવેદન પર કર્યો ખુલાસો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. નાગપુરમાં 'નવી પેઢીને તક આપવી જોઈએ' વાળા તેમના નિવેદન અંગે કાર્યાલયે સ્પષ્ટતા કરી. આ નિવેદન લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટના સંદર્ભમાં હતું, જે આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ચલાવે છે. ગડકરી ટ્રસ્ટ માટે સમય આપી શકતા ન હોવાથી તેમણે નવી પેઢીને જવાબદારી સોંપવાની વાત કરી હતી. આ વાતનો કોઈ રાજકીય અર્થ ન કાઢવા જણાવાયું.
Read full article on Gujaratsamachar