Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રિવરફ્રન્ટ પર પીધેલા થારચાલકે તોફાન મચાવ્યું:બેરિકેડ ઉડાવી ગાડી દોડાવી, ખોખરાના શખ્સને દબોચીને બે સામે ફરિયાદ નોંધાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 16, 2026 👁 4 views
રિવરફ્રન્ટ પર પીધેલા થારચાલકે તોફાન મચાવ્યું:બેરિકેડ ઉડાવી ગાડી દોડાવી, ખોખરાના શખ્સને દબોચીને બે સામે ફરિયાદ નોંધાઈ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા હરીહરાનંદ આશ્રમ પાસે પોલીસ દ્વારા બેરિકેટ ગોઠવીને વાહનચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું. ત્યારે એક થાર ગાડીને રોકવા જતા તેણે પુરઝડપે કાર હંકારીને બેરિકેટને અથડાવીને ગાડી ભગાવી હતી. પોલીસે પીછો કરતા તે યુટર્ન લેવા જતા દિવાલ સાથે અથડાયો હતો. રિવરફ્રન્ટ પોલીસે કારચાલકને ઝડપી પાડી તપાસ કરતા તે દારૂ પીધેલો હતો. જેથી પોલીસે આરોપી મોહીતસિંગ તોમર (રહે. ખોખરા)ને ઝડપી પાડી તેની સામે બે ગુના નોંધી તપાસ હાથ ધરી છે. બીજો બનાવ એક વ્યક્તિ સળગતી હાલતમાં દોડતો દેખાયો વેજલપુરમાં રહેતા અશ્વિનીબેન માલુશ્રી ગત તા.14મીએ કેનયુગ ચાર રસ્તા પાસે આવેલી રૂક્ષ્મણી વલ્લભ સોસાયટી ખાતે કામઅર્થે ગયા હતા. તે એક મકાનમાં કામ કરતા હતા ત્યારે પ્લાસ્ટિક સળગતુ હોય તેવી દુર્ગંધ આવતા તે બહાર જોવા આવ્યા હતા. ત્યારે મકાન પાસે એક વાહન સળગતુ હતું અને એક વ્યક્તિ સળગતી હાલતમાં દોડતો જતો હતો. 108 ટીમે વ્યક્તિને મૃત જાહેર કર્યો અશ્વિનીબહેન સહિતના લોકોએ દોડીને આ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરતા તે કોમન પ્લોટ પાસે સળગેલી હાલતમાં પડ્યો હતો. 108 બોલાવીને મેડિકલ ટીમે તપાસ કરીને આ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ નિતીન ચૌહાણ હોવાનું સામે આવ્યુ હતું અને તેની પાસેથી જ્વલશીલ પ્રવાહી તથા દીવાસળી પણ મળી આવી હતી. સેટેલાઇટ પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા તજવિજ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan