Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સાદગી અને શિક્ષણનો સંદેશ:વલસાડના કલેકટરે પ્રાથમિક શાળામાં પલાઠી વાળી બાળકો સાથે ભોજન લીધું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 12 views
સાદગી અને શિક્ષણનો સંદેશ:વલસાડના કલેકટરે પ્રાથમિક શાળામાં પલાઠી વાળી બાળકો સાથે ભોજન લીધું
સામાન્ય રીતે IAS કેડરના ઉચ્ચ અધિકારીની સાદાઇ જૂજ કિસ્સામાં જોવા મળે છે. થોડા સમય પહેલાં જ નિયુક્ત થયેલા વલસાડના કલેકટરની સાદગી અને ફરજ પરસ્તીનો ઉમદા નમૂનો અધિકારી, કર્મીઓ માટે ઉત્તમ દષ્ટાંતરૂપ બની ગયો છે. જેમાં યુવા કલેકટર નિતીન સાંગવાન યુવાનો માટે આદર્શ બની રહ્યા છે. પ્રશ્નોના નિરાકરણ માટે જાતે સ્થળ પર જઇ વાસ્તવિક ચિતાર લેવાની કાર્યશૈલી, લાક્ષણિકતાનો દાખલો વલસાડમાં જોવા મળ્યો છે. પરંતું હવે કલેકટર સાંગવાને પંચાયત વહીવટને સુદઢ બનાવવાના પ્રયાસો વચ્ચે હાલે જ તેમણે એક જંગલ વિસ્તારની ગામ પંચાયત અને શાળાની મૂલાકાત લઇ શિક્ષણ આલમમાં રચનાત્મક દષ્ટિકોણનો નમૂનો રજૂ કર્યો છે. કલેકટર નિતીન સાંગવાન ધરમપુર મામલતદાર સાથે વલસાડ જિલ્લાના ધરમપુરથી 35 કિલોમીટર દૂર પહાડી જંગલ રસ્તે થઇ હૈદરીગામે પહોંચી પંચાયતની મુલાકાત બાદ ગામની પ્રાથમિક શાળાના પટાંગણે પહોંચ્યા, જીપમાંથી ઉતરી શાળામાં પ્રવેશ્યા. જિલ્લા સમાહર્તા જ્યારે શાળામાં ગયા તે સમયે બાળકોનું મધ્યાન ભોજન ચાલતું હતું. બાળકો ભૂલકાંઓ સ્ટીલની થાળીમાં સાદી રસોઇ જમી રહ્યાં હતા. કલેકટરની શાળા મૂલાકાતથી શાળાના શિક્ષકો ખુબ સતર્ક અવસ્થામાં હતા. બાળકોને શાળામાં નીચે બેસી મધ્યાહન ભોજન લેતાં નિહાળી કલેકટરે નજીક પહોંચી બાળકો પ્રત્યે ખુશીનો ભાવ પ્રગટ કર્યો. બાળકો કલેકટરને જોઇ તેમની સાથે ભોજન આરોગી રહ્યા હતા. ત્યારે કલેકટરની મુલાકાત શાળા માટે આ યાદગાર પ્રસંગ બની રહ્યો. પલાઠી મારી પંગતમાં બેઠા, બાળકીને વોટર બોટલ ધરી,ધડિયા બોલાવડાવ્યા શા‌ળાના બાળકોની પંગતમાં કલેકટર પણ ભારતીય સંસ્કૃતિની બેઠક પલાઠી વાળી નીચે બેસી ગયા હતા અને તેમણે કાગળની તૈયાર પ્લેટમાં બાળકો જે ભોજન આરોગી રહ્યા હતા તે ખાધું હતું. દરમિયાન કલેકટર દ્વારા બાજૂએ બેઠેલી બાળકીને પોતાની સાથે લાવેલા મિનરલ વોટરની બોટલ ધરવાનું દશ્ય સંવેદનાનું પ્રતિક બની ગયું હતું. શાળાના બારણે મૂકેલા ફુટ મેટ ઉપર કલેકટર સહજતાંથી પલાઠી મારી બેસી ગયા હતા. કલેકટર નિતીન સાંગવાને ધો.5 બાળકોને ગણિતના પાંચ અને છ નો ઘડીયા બોલવાનું કહેતા બંને બાળકો સડસડાટ ઘડિયા બોલી જતા સમાહર્તા ખુશ થયા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan