Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બીલીમોરામાં 'મન કી બાત'નું પ્રસારણ:ભાજપ કાર્યકર્તાઓ અને મહામંત્રીએ લક્ષ્મી પેલેસ ખાતે નિહાળ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 30, 2026 👁 7 views
બીલીમોરામાં 'મન કી બાત'નું પ્રસારણ:ભાજપ કાર્યકર્તાઓ અને મહામંત્રીએ લક્ષ્મી પેલેસ ખાતે નિહાળ્યું
બીલીમોરા સ્થિત લક્ષ્મી પેલેસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમની ૧૩૭મી કડીનું વિશેષ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી એલ.ઈ.ડી. સ્ક્રીન પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા એસ.સી. મોરચાના મહામંત્રી એડવોકેટ અમિતકુમાર સોલાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત સૌએ વડાપ્રધાનના રાષ્ટ્રનિર્માણ અને જનકલ્યાણકારી વિચારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. કાર્યક્રમના અંતે, અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી એડવોકેટ અમિતકુમાર સોલા અને અન્ય કાર્યકર્તાઓએ વડાપ્રધાનના સંદેશમાંથી પ્રેરણા લઈને સમાજ સેવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. લક્ષ્મી પેલેસ ખાતે ઉપસ્થિત આમજનતામાં પણ આ કાર્યક્રમને લઈને સારો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan