politics
શીખ કેદીઓની મુક્તિ માટે ઉગ્ર પ્રદર્શન:ટ્રેક્ટરથી બેરિકેડિંગ તોડી, પોલીસે ડ્રોનથી ટિયરગેસ ફેંક્યા; ચંદીગઢ-મોહાલીના તમામ રસ્તા બંધ, બેઅંત સિંહની હત્યાના દોષિતના પેરોલની માંગ
પંજાબની જેલોમાં સજા પૂરી કરી ચૂકેલા શીખ કેદીઓની મુક્તિની માગ કરી રહેલા પ્રદર્શનકારીઓનું શનિવારે પોલીસ સાથે ઘર્ષણ થયું. તેઓ શીખ કેદીઓની મુક્તિની સાથે પૂર્વ CM બેઅંત સિંહની હત્યામાં સામેલ જગતાર સિંહ હાવરાને પેરોલ આપવાની માગ કરી રહ્યા છે. શનિવારે કૌમી ઇન્સાફ મોરચાની આગેવાની હેઠળ મોહાલીથી ચંદીગઢમાં ગવર્નર હાઉસ જઈ રહેલા પ્રદર્શનકારીઓ YPS ચોક પાસે એકઠા થયા. તેમને રોકવા માટે ચંદીગઢ પોલીસે સાવચેતીના ભાગરૂપે સવારથી જ બોર્ડર સીલ કરી દીધી હતી. ઉગ્ર ભીડે ટ્રેક્ટરની મદદથી બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કર્યો તો પોલીસે વોટર કેનન ચલાવી. આ છતાં પણ પ્રદર્શનકારીઓ ન માન્યા તો તેમને વિખેરવા માટે તેમના પર ગન અને ડ્રોનની મદદથી ટીયર ગેસના ગોળા છોડવામાં આવ્યા. મોરચાના નેતાઓએ 21 ઓગસ્ટે પંજાબ બંધનું એલાન કર્યું છે. ચંદીગઢમાં ગવર્નર હાઉસ નજીક પહોંચેલા શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ સિમરનજીત સિંહ માનને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પ્રદર્શન સંબંધિત PHOTOS.... પ્રદર્શન સંબંધિત મોટા અપડેટ્સ...
Read full article on Divya Bhaskar