Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

વિસ્ફોટ:વરવાળામાં બાઈક પર થેલીમાં મ્હોં નાખતા ધડાકો, નંદીનું જડબું ફાટ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 1 views
વિસ્ફોટ:વરવાળામાં બાઈક પર થેલીમાં મ્હોં નાખતા ધડાકો, નંદીનું જડબું ફાટ્યું
દ્વારકા તાલુકાના વરવાળા ગામે માનવ બેદરકારીના કારણે એક નિર્દોષ અને અબોલ પશુ ગંભીર રીતે ઘાયલ થયાનો કરૂણ બનાવ સામે આવ્યો છે. બાઈક પર ટીંગાડેલી થેલીમાં રાખેલો વિસ્ફોટક પદાર્થ ધડાકા સાથે ફાટતાં એક નંદીનું આખું જડબું ફાટી ગયું હતું અને લોહીલુહાણ હાલતમાં તરફડવા લાગ્યો હતો. પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ, પોરબંદરના ગોસા ગામના વતની અને હાલ વરવાળા ગામે રહેતા વેજાભાઈ રાજાભાઈ પરમાર રવિવારે પોતાના મોટરસાયકલ પર ખાદ્ય સામગ્રી અને વિસ્ફોટક પદાર્થ ભરેલી થેલી રાખીને નજીકમાં આવેલા એક હેર પાર્લરમાં ગયા હતા. બાઈક પાર્ક કરેલું હતું ત્યારે ત્યાં એક નંદી આવી પહોંચ્યો હતો. થેલીમાંથી ખાદ્ય પદાર્થની સુગંધ આવતાં જ ભૂખ્યા નંદીએ તેમાં મોઢું નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેવો નંદીએ થેલીમાં મોઢું નાખ્યું કે તુરંત જ તેમાં ખાદ્યસામગ્રીની સાથે મુકેલો વિસ્ફોટક પદાર્થ જોરદાર ધડાકા સાથે ફાટી નીકળ્યો હતો. આ ધડાકાના કારણે નંદીના મોઢા અને જડબાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મોઢું ફાટી જતાં પશુ ભારે રક્તસ્રાવ સાથે તરફડવા લાગ્યું હતું. ઘટના અંગે દ્વારકા પોલીસ મથકના કોન્સ્ટેબલ પરેશભાઈ લગારીયાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વેજાભાઈ પરમાર સામે ભારતીય ન્યાય સંહિતા તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. ખેતરમાં પશુ ભગાડવાના પદાર્થે સર્જયો કાંડ... પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પોતાના ખેતરમાં આવતા નીલગાય કે અન્ય પશુઓને ભગાડવા માટે આ વિસ્ફોટક પદાર્થ (સુવરમાર/ટાટોટા) પોતાની સાથે લઈ જતો હતો. પરંતુ, જાહેર જગ્યા પર આ રીતે બેદરકારીપૂર્વક વિસ્ફોટક ભરેલી થેલી બાઈક પર છોડી દેતાં અબોલ જીવ ગંભીર રીતે ઘવાય ગયું હતું. પોલીસે વિસ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યો તે અંગે વધુ સઘન તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan