Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પાટડીની સૂરજમલજી હાઈસ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા શરૂ:ધારાસભ્ય પી.કે. પરમારે ઉદ્ઘાટન કર્યું, અનેક આગેવાનો હાજર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 7 views
પાટડીની સૂરજમલજી હાઈસ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા શરૂ:ધારાસભ્ય પી.કે. પરમારે ઉદ્ઘાટન કર્યું, અનેક આગેવાનો હાજર
પાટડી ખાતે શ્રી પાટડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સૂરજમલજી હાઈસ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધારાસભ્ય પી.કે. પરમારે આ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું અને તેનું અવલોકન પણ કર્યું હતું. આ નવી પ્રયોગશાળા વિદ્યાર્થીઓમાં ગાણિતિક સમજ કેળવવા અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવામાં મદદરૂપ થશે. ધારાસભ્યએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ નિષ્ઠા રાખવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં પાટડી કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, મંત્રી કિશોરભાઈ ઠક્કર, ટ્રસ્ટી રશ્મિકાંતભાઈ રાવલ અને મુકેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પાટડી નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ રાવલ, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, ગ્રામ્ય ભાજપ પ્રમુખ સુખદેવભાઈ જાલિસણિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ મંજુબેન ઠાકોર, કારોબારી ચેરમેન રઘુભાઈ સાવધરિયા, પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ દેસાઈ અને સુરેખાબેન પટેલ પણ હાજર રહ્યા હતા. સંગઠનના અન્ય હોદ્દેદારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan