Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગોધરામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી:વિવિધ ઝાંખીઓ સાથે શાનદાર જુલૂસ નીકળ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 5 views
ગોધરામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી:વિવિધ ઝાંખીઓ સાથે શાનદાર જુલૂસ નીકળ્યું
ગોધરા શહેરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન નિમિત્તે પવિત્ર ઈદે મિલાદુન્નબી પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો વિવિધ આકર્ષક ઝાંખીઓ સાથે જુલૂસમાં જોડાયા હતા. ઈદે મિલાદ નિમિત્તે જુલૂસનો પ્રારંભ ગોધરા શહેરના હુસેની ચોક ખાતેથી થયો હતો. ત્યારબાદ જુલૂસ કુબા મસ્જિદ, જૂની પોસ્ટ ઓફિસ, કાઝીવાડા, પટેલવાડા અને કડીયાવાડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયું હતું. જુલૂસનું વિવિધ વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા ગોધરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક શાંતિ સમિતિના સભ્યોએ પણ પોલીસ અને પ્રશાસન સાથે સંકલન સાધી કોમી એકતા અને ભાઈચારો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે ગોધરા નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ગોધરા APMC ચેરમેન માલવદસિંહ રાહુલજી, ગોધરા નગર ભાજપ પ્રમુખ નિર્મિત દેસાઈ અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઈદે મિલાદની ઉજવણી દરમિયાન સમગ્ર શહેરમાં ભાઈચારો, કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan