top
ચકડોળમાંથી પટકાતા બાળકીનું મોત
સૌરાષ્ટ્રમાં હાલ સાતમ-આઠમના મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર અને ગોંડલના મેળામાં મોટી દુર્ઘટના બની. વઢવાણમાં આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં 12 વર્ષની કિશોરી નિહારિકા પરમારનું મોત થયું છે. પાલખીવાળા મોટા ચકડોળમાંથી બાળકી પટકાતા તેનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. મહત્વનું છે કે રાઇડમાંથી કિશોરી નીચે ઉતરી રહી હતી તે દરમિયાન ઓપરેટરે રાઇડ શરૂ કરી દેતા કિશોરી નીચે પટકાતા મોત નિપજ્યું હોવાનું અનુમાન છે. જો કે બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતક કિશોરી થાન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની દીકરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વ્હાલસોયી દીકરીનું આમ અકાળે મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકની લહેર પ્રસરી છે.
Read full article on News18 Gujarati