crime
અમરેલી: દુધાળા ગામ નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કારચાલકની ટક્કરે મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોત
અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક દુધાળા ગામે નેશનલ હાઈવે પર એક કારચાલકે મોપેડને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઉનાના વાલજી નામના મોપેડચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં નાગેશ્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સરકારી હોસ્પિટલ મોકલી આપી, વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar