Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

સરદાર હાઇટ્સમાં સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો:રહીશોએ ઉત્સાહભેર ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાન કર્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 15, 2026 👁 6 views
સરદાર હાઇટ્સમાં સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો:રહીશોએ ઉત્સાહભેર ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાન કર્યું
વલસાડના સરદાર હાઇટ્સ રહેણાક સંકુલમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વરસાદી વાતાવરણ હોવા છતાં મોટી સંખ્યામાં રહીશોએ દેશભક્તિના રંગે રંગાઈને આ પર્વમાં ભાગ લીધો હતો. શનિવાર, ૧૫ ઓગસ્ટના રોજ બાળકો, યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં રહીશો ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સરદાર હાઇટ્સ એસોસિએશનના ઉપપ્રમુખ તુષારભાઈ માવાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે સામૂહિક રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું અને 'વંદે માતરમ' તથા 'જય હિંદ'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. એસોસિએશનના પ્રમુખ અને એડવોકેટ પરિચય દેસાઈએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. તેમણે સંકુલમાં લિફ્ટ સેવા અને ફાયર ફાઇટિંગ સિસ્ટમના કામની પ્રગતિ વિશે રહીશોને માહિતી આપી હતી. આ ઉપરાંત, સંકુલમાં મુશ્કેલ સમયમાં અસાધારણ સહયોગ આપનારા અનિલભાઈ પટેલ, સુમિત સુરતી, વસંતભાઈ ટાંક અને પ્રવીણભાઈ જોષી સહિતના રહીશોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ઘન કચરાના યોગ્ય નિકાલ માટે હિતેનભાઈ પારેખ અને તેમની ટીમ દ્વારા શરૂ કરાયેલી પહેલમાં નિયમિતપણે ભાગ લેનારા બાળકોને મેડલ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સંકુલમાં સફાઈ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ અને ગાર્ડનિંગ જેવી સેવાઓ નિષ્ઠાપૂર્વક પૂરી પાડતા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલા કર્મચારીઓને સાડી અને પુરુષ કર્મચારીઓને ટી-શર્ટ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, રહીશોને સામૂહિક ખરીદીમાં બચત થાય તે માટે વલસાડના અગ્રણી ડિપાર્ટમેન્ટલ સ્ટોર 'અનમ' દ્વારા અપાનારા વિશેષ ડિસ્કાઉન્ટ અંગે સ્ટોરના પ્રતિનિધિએ માહિતી રજૂ કરી હતી. સલામતી, સ્વચ્છતા, સુવિધાઓ અને સામૂહિક સહકાર સંબંધિત વિવિધ નવી પહેલોની જાહેરાત સાથે સરદાર હાઇટ્સમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંપન્ન થઈ હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan