Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

કાવ્યાયન:મનનું ગીત ગયું ખોવાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
કાવ્યાયન:મનનું ગીત ગયું ખોવાઈ
હરદ્વાર ગોસ્વામી સ્મરણશેષ ગીત ગયું ખોવાઈ, મનનું ગીત ગયું ખોવાઈ, ત્યાં મુજથી ગયું રોવાઈ. મળ્યું નહીં વસ્તીમાં તે મેં ઢૂંઢ્યું સ્થળ નિર્જનમાં, તરુ લતા પંખીકલરવમાં શોધ્યું વનઉપવનમાં, ક્યાં રહ્યું હશે સંતાઈ? -મનનું... ચંદન – સૌરભ થૈ બેઠું કે થયું સરિતાલહરી? પુષ્પપરિમલ બની ગયું શું દશે દિશામાં પ્રસરી? એવી છલના રહે છવાઈ. -મનનું.... કોકિલના કૂજનમાં જોયુ, ભૃંગોના ગુંજનમાં, ઊઠી ઊઠી સંદેહ હજારો શમતા મારા મનમાં. વ્યાકુળ બની રહું અકળાઈ. –મનનું... ગીત ગયા હો મયૂર ચૂગી તો વર્ષા ઋતુએ મળશે, બીજ કણ રૂપે ધરતીમાં જો પડ્યું હશે તો ફળશે, હશે ત્યાં રહ્યું હશે જળવાઈ. -મનનું… - સુશીલા ઝવેરી આવનારો શ્વાસ ક્યાં લઈ જાય, કૈં નક્કી નહીં, મૃત્યુ ક્યારે કયા બહાને થાય, કૈં નક્કી નહીં! ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે, કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં! ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની- ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં! આપણે વ્યાખ્યા કરીને ખુશ રહીએ એટલું, શું જડે, ને શું અહીં ખોવાય, કૈં નક્કી નહીં! મેઘધનુષો આભમાંથી વીણવાના ખેલમાં- હાથની હિનાનું શું થાય, કૈં નક્કી નહીં! લઈ ફરે છે ધૂપદાની, કૈંક છાયાઓ અહીં, ધૂપ એમાં થાય કે ના થાય, કૈં નક્કી નહીં! પ્રદીપ રાવલ ‘સુમિરન’ આદરી છે અને અધૂરી છે જાતની જાતરા ક્યાં પૂરી છે ?! જીવવા યાદ બહુ જરૂરી છે એટલે મેં સતત વલૂરી છે રાહ જોવામાં શૂરીપૂરી છે મારી આંખો ગજબની નૂરી છે ! ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે ?! લાગે છે – ભીરુતા ઢબૂરી છે ! ભાવ-સમભાવ-ધ્યેય નહિ હો તો – જિંદગી કંઈ નથી, મજૂરી છે ! ખાસ મિત્રો છે… મોટી દહેશત છે… રામ મુખમાં, બગલમાં છૂરી છે. એક-માર્ગી નથી હૃદય મારું, ચાહ પામ્યો છું… ચાહ સ્ફુરી છે. બકુલેશ દેસાઈ અજવાળાને કહી દો કોઈ, આવે તો મર્યાદા રાખે, અંધારાને માઠું લાગે, એની કેમ ના પરવા રાખે ? તિરાડમાંથી ઘૂસે છળથી, અધખુલ્લી બારીમાં બળથી ! રજા-બજા લેવાની નહીં ને, ઘૂસી જાય એ ફાવે ત્યારે ! કોઈ તો પૂછો જઈને એને, દાદાગીરી શાની રાખે..? હોય સૂરજનું કે દીવડાનું, અજવાળું એનું સરનામું ! પર્વોત્સવનું પ્રમાણપત્ર એ, તેથી શું ધાર્યું કરવાનું ? ગૌરવ એનું કરશું અમે પણ, કહી દો કે એ ગર્વ ન રાખે..! માન્યું કે દુનિયા દેખાડે, નિંદરથી આલોક જગાડે. તેજ લઈને તાજું આવે, શું એનો એ રૂઆબ બતાડે ? ઉજાસનો ઉપકાર બતાવી, તિમિર સાથે વેર ન રાખે..! રોહિત શાહ કવિ બનવું સહેલું નથી, અગ્નિપથ પર ચાલવા જેવું છે, પોતાના દિલના ઝખમોને, દુનિયા સામે ખોલવા જેવું છે. લોકો સમજે કે કલમ ઉપાડી એટલે કવિતા બની ગઈ, ભરબપોરે તરસ્યા રહીને, મૃગજળ પાછળ દોડવા જેવું છે. સહીદ ઘાંચી જવાબો આપીને થાક્યો, હજુ કેટલા દિલાસા માગીશ તું? એ જિંદગી હવે બસ કર, કેટલા ખુલાસા માગીશ તું? રોજ નવી કસોટીઓની તારીખો ભરું છું એકાંતમાં, આખી જાત લખી આપી, હજુ કેટલા પુરાવા માગીશ તું? સોહમ પાલનપુરી તમારા તરાપે તરીને ડૂબ્યો છું, છતાં જિંદગીમાં ઘણુંયે રળ્યો છું. બધા પારકાઓ સાગાં થઈ ગયેલા, હૈયામાં ધરીહામ હસીને જીવ્યો છું. બળદેવસિંહજી ગોપાલસિંહજી ચાવડા
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan