top
ધરમપુર રાષ્ટ્ર સેવિકા સમિતિએ પોલીસ જવાનોને બાંધ્યા રક્ષા સૂત્ર:સમાજની સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનોનું સન્માન કરાયું
વલસાડ: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ધરમપુરની રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ અને જવાનોને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમિતિની બહેનો અને નાની બાળકીઓ જોડાઈ હતી. પોલીસ જવાનો રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ પર અડીખમ રહી સમાજની સુરક્ષા અને શાંતિ માટે સતત કાર્યરત રહે છે. તહેવાર હોય કે અન્ય કોઈ પ્રસંગ, તેઓ પોતાના પરિવારથી દૂર રહી નગર અને સમાજની રક્ષા માટે ફરજ બજાવે છે. આવા પોલીસ જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના શુભ આશયથી સમિતિની બહેનો અને બાળકીઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમણે પોલીસ જવાનોને રક્ષા સૂત્ર બાંધી મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે ધરમપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. નિખિલ ભોયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બહેનો તથા બાળકીઓ સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર રક્ષાબંધનની ઉજવણી કરવાનો ન હતો, પરંતુ સમાજની સુરક્ષા અને જનસેવામાં સતત કાર્યરત પોલીસ જવાનો પ્રત્યે સ્નેહ, સન્માન અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાનો હતો. આનાથી સમાજ અને પોલીસ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બને અને સમાજમાં સેવા તથા રાષ્ટ્રભાવનાની જાગૃતિ વધે તેવો શુભ આશય પણ હતો.
Read full article on Divya Bhaskar