top
કંપનીમાંથી ઝેરી ગેસ ફેલાતા આકાશમાં ઊડતા પક્ષીઓ ટપોટપ નીચે પડ્યાં!
ખંભાતના વત્રા-વટાદરા સીમમાં ઝેરી ગેસથી હાહાકાર મચી જવા પામ્યો છે. ગામના લોકોનો દાવો છે કે, કંપનીના ઝેરી ગેસના લીધે 500 વીઘાથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું છે. ચોંકાવનારી ઘટના એ પણ બની કે મોટી સંખ્યામાં પક્ષીઓ ઝેરી ગેસના કારણે નીચે પટકાયા હતા અને મૃત્યુ પામ્યા હતા. સ્થાનિકોને ઝેરી ગેસથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની પણ રાવ ઉઠવા પામી છે, તો કેટલાક ગ્રામજનોમાં ઉલટી-ઉબકાની પણ ફરિયાદો થતાં વહીવટી તંત્ર દ્વારા કેમિકલ કંપની સામે આકરા એક્શન લેવાય તેવી લોક માગ ઉઠી છે.
Read full article on News18 Gujarati