politics
રક્ષાબંધન પહેલા અમિત શાહ કરશે લોક દરબાર!
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 27 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના સંસદીય વિસ્તારમાં લોક દરબારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારમાં યોજાનારા લોક દરબારમાં અમિત શાહ હાજરી આપીને સ્થાનિક લોકોની વિવિધ સમસ્યાઓ સાંભળશે. મહત્વનું છે કે ચાલુ સિઝનમાં ભારે વરસાદને કારણે બોપલ અને ઘુમા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે લોક દરબાર દરમિયાન અમિત શાહ વરસાદી પાણીની સમસ્યા સહિત સ્થાનિક લોકોની અન્ય સમસ્યાઓ પણ સાંભળશે અને તેના ઉકેલની દિશામાં પ્રયાસ હાથ ધરશે.
Read full article on News18 Gujarati