top
દીપડાના વાવડ મળ્યાં! સાણંદ નજીક સત્તાવાર પુષ્ટિ થતાં ચકચાર
અમદાવાદ જિલ્લામાં દીપડાની એન્ટ્રીની સત્તાવાર રીતે પુષ્ટી થઈ છે. સાણંદના મોટી દેવતી ગામે દીપડો હોવાની પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે તે મોટી દેવતી ગામે ઇંટના ભઠ્ઠા પાસે અજાણ્યા જાનવર ફુટ પ્રિન્ટ મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોના ટોળા તથા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે વન વિભાગે ફૂટ પ્રિન્ટનો અભ્યાસ કરતા તે દીપડાના જ ફૂટ પ્રિન્ટ હોવાનો ખુલાસો કર્યો છે. સાથે જ ગ્રામજનોને સાવચેત રહેવા તથા અફવાઓમાં ન પડવાની અપીલ કરી છે.
Read full article on News18 Gujarati