top
લાલપુરમાં વડાપ્રધાનના 'મન કી બાત'નું સામૂહિક શ્રવણ:ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત
જામજોધપુર વિધાનસભા મતવિસ્તારના લાલપુર બૂથ નં. 83માં આવેલા શિવાજીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લાલપુર તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમીલાબેન મકવાણાના નિવાસસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચાવડા હીરજીભાઈ અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કારોબારી સભ્ય મહેશભાઈ ગોહિલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકર્તાઓએ વડાપ્રધાનના સંબોધનને ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. આ 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા તેમણે દેશના વિવિધ મુદ્દાઓ અને વિકાસ કાર્યો અંગેની જાણકારી મેળવી હતી.
Read full article on Divya Bhaskar