Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

કચ્છમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 'રોયલ સ્ટેગ' બાદ હવે 'રોયલ ચેલેન્જ'ના ખેલનો પર્દાફાશ

📰 Abp News 🕐 1 min read 📅 August 25, 2026 👁 2 views
કચ્છમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 'રોયલ સ્ટેગ' બાદ હવે 'રોયલ ચેલેન્જ'ના ખેલનો પર્દાફાશ

ભુજ: ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલી દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. ત્યારે કચ્છમાંથી નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. આદિપુરના 4-A વિસ્તારમાં ભુજ સાયબર સેલે મોટી કાર્યવાહી કરીને નકલી દારૂના જથ્થા સાથે મોટી સંખ્યામાં ખાલી અને ભરેલી બોટલો, કેમિકલ તેમજ દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં કેમિકલમાં પાણી ભેળવીને નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. જોકે, બોટલો પર નામાંકીત બ્રાન્ડના સ્ટીકર લગાવવાનું બાકી હોવાથી દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે.

આદિપુરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ

ભુજ સાયબર સેલની ટીમે મળેલી બાતમીના આધારે આદિપુરના 4-A વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી મોટી સંખ્યામાં બોટલો અને દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી કબજે કરી છે. પોલીસની કાર્યવાહીમાં સ્થળ પરથી અંદાજે 9 હજાર ખાલી બોટલ અને 600થી વધુ ભરેલી બોટલ મળી આવી હતી. આ ઉપરાંત આશરે 600 લીટર કેમિકલ ભરેલા કેરબા પણ જપ્ત કરવામાં આવ્યા છે. નકલી દારૂ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ, સીલ મારવાનું મશીન સહિતનો અન્ય મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે.

કેમિકલમાં પાણી ભેળવી બનાવાતો હતો નકલી દારૂ

પ્રાથમિક તપાસમાં કેમિકલમાં પાણી ભેળવીને નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. તૈયાર કરાયેલા દારૂને બોટલમાં ભરી તેના પર બ્રાન્ડના સ્ટીકર લગાવી બજારમાં સપ્લાય કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના દરોડા સમયે મોટી સંખ્યામાં બોટલો તૈયાર સ્થિતિમાં મળી આવી હતી, પરંતુ તેના પર સ્ટીકર લગાવવાનું બાકી હતું. જેના કારણે નકલી દારૂનો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસ કાર્યવાહી કરવામાં સફળ રહી હતી.

રાપરના હિતેશ પટેલ અને યુપીના બ્રિજેશનું નામ સામે આવ્યું

આ સમગ્ર નકલી દારૂના ધંધા સાથે રાપરના હિતેશ પટેલ અને ઉત્તર પ્રદેશના બ્રિજેશ નામના શખ્સ સંકળાયેલા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. બંને મળીને નકલી દારૂનું નેટવર્ક ચલાવતા હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર રેકેટમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને નકલી દારૂ ક્યાં-ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ બજારમાં સપ્લાય થયો છે કે નહીં?

પોલીસની કાર્યવાહી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલો નકલી દારૂ અગાઉ બજારમાં સપ્લાય થયો છે કે નહીં. જપ્ત કરાયેલા જથ્થા ઉપરાંત અગાઉ કેટલો નકલી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે કયા વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો હતો તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ભાવનગર બાદ કચ્છમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાતા રાજ્યમાં ગેરકાયદે દારૂના નેટવર્ક સામેની કાર્યવાહી વધુ મહત્વપૂર્ણ બની છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan